ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે તાપી જિલ્લાના યુવા આપદા મિત્ર યોજના (YAMS) અંતર્ગત ડિસેમ્બર-૨૦૨૫ દરમિયાન વડોદરા સ્થિત SDRF ખાતે યોજાયેલી સાત દિવસીય નિવાસી તાલીમમાં ભાગ લીધો હતો.
યુવા મેરા ભારત'ના કુલ ૪૩ યુવા વોલન્ટિયરોને સરકારશ્રીની માર્ગદર્શિકા મુજબ તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ જિલ્લાના યુવા આપદા મિત્ર યોજનાના નોડલ અધિકારી તથા નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર.બોરડના માર્ગદર્શન હેઠળ ડિઝાસ્ટર મામલતદારશ્રી આનંદકુમાર અને ડિઝાસ્ટર ડી.પી.ઓ.શ્રી કરણ ગામીત દ્વારા સ્વયંસેવકોને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે યુવા આપદા મિત્ર યોજના (YAMS) એ રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (NDMA) દ્વારા શરૂ કરવામાં આવેલી એક મુખ્ય સમુદાય સ્વયંસેવક પહેલ છે. તેનો મુખ્ય હેતુ સ્થાનિક સમુદાયની આપત્તિ સામેની સજ્જતા અને કટોકટી સમયે પ્રતિભાવ ક્ષમતામાં વધારો કરવાનો છે. આ યોજના હેઠળ ૨ લાખથી વધુ યુવા સ્વયંસેવકોને આપત્તિ તૈયારી, પ્રાથમિક સારવાર અને જીવનરક્ષક બચાવ કૌશલ્યોની તાલીમ આપવામાં આવે છે.
આ કાર્યક્રમ માટે તાલીમાર્થીઓની પસંદગી NCC, NSS અને ભારત સ્કાઉટ્સ એન્ડ ગાઇડ્સ જેવા યુવા સંગઠનોમાંથી કરવામાં આવે છે, જ્યાં તેઓ રેપલિંગ, શોધ અને બચાવ કામગીરી જેવી વ્યવહારુ તાલીમ મેળવે છે. ઉક્ત તાલીમનો મુખ્ય હેતુ ગ્રામ્ય સ્તરે કોઈપણ હોનારત અથવા દુર્ઘટના સમયે ત્વરિત પ્રતિસાદ આપી જાનહાનિ અટકાવવી અને અસરગ્રસ્ત લોકોને બચાવવામાં સહયોગી બનવાનો છે.
.png)



.png)