ગુજરાતમાં આગામી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, 4 જિલ્લામાં રેડ ઍલર્ટ

0

રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 6 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં આગામી 7 જુલાઈ સુધી ગાજવીજ અને પવન ફૂંકાવવાની સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 15 જેટલાં જિલ્લામાં ભારે વરસાદનું ઍલર્ટ જાહેર કર્યું છે.

2 જુલાઈની આગાહી
હવામાન વિભાગ મુજબ, 2 જુલાઈના રોજ સુરત, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં રેડ ઍલર્ટ, અમરેલી, ભાવનગર, ભરુચ, નર્મદા, તાપી જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, રાજકોટ, વડોદરા, છોટા ઉદેપુર જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

3 જુલાઈની આગાહી
રેડ ઍલર્ટ: તાપી, ડાંગ, નવસારી, વલસાડ.
ઑરેન્જ ઍલર્ટ: અમરેલી, ભાવનગર, ભરુચ, નર્મદા, સુરત.
યલો ઍલર્ટ: રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર.

4 જુલાઈની આગાહી
રેડ ઍલર્ટ: તાપી, ડાંગ, નર્મદા.
ઑરેન્જ ઍલર્ટ: અમરેલી, ભાવનગર, ભરુચ, સુરત, નવસારી, છોટા ઉદેપુર, વલસાડ.
યલો ઍલર્ટ: જૂનાગઢ, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ.


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top