ગુજરાતમાં આગામી 24 કલાકમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી

0
  • રાજ્યમાં આગામી 24 કલાક માટે વરસાદની આગાહી કરવામાં આવી
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 કલાક માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ એમ બે સિસ્ટમ એકસાથે સક્રિય થવાના કારણે તથા ભેજવાળા પવનો ફૂંકાવાથી રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. આ સિસ્ટમની અસર હેઠળ આજે(6 મે) કચ્છ, મોરબી, રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે, જ્યારે અમદાવાદ શહેરમાં પણ દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ જોવા મળશે.

અમદાવાદ હવામાન વિભાગ ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું કે, 6 મેના રોજ ઉત્તરથી લઈને દક્ષિણ અને મધ્ય ભાગ, તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે, જેમાં મુખ્યત્ત્વે અમરેલી, ભાવનગર, બોટાદ, મોરબી, રાજકોટ અને કચ્છ જિલ્લાઓનો સમાવેશ થાય છે.

આગામી ત્રણ દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો બદલાવ નહીં આવે, પરંતુ ત્યારબાદ તેમાં ધીમે ધીમે 2થી 3 ડિગ્રીનો વધારો થશે અને કેટલાક વિસ્તારોમાં તે 40 ડિગ્રીની આસપાસ જઈ શકે છે. ખાસ કરીને ઊંચા તાપમાન અને વધુ પડતા ભેજના કારણે 9થી 12 મે દરમિયાન ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાતાવરણ ગરમ અને ભેજવાળું રહેશે. આજે અમદાવાદમાં આકાશ આંશિક રીતે વાદળછાયું રહેશે અને મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top