ડુંગરગામ અને કણજા શાળાના વિધાર્થીઓએ પ્રાકૃતિક શિક્ષણ શિબિરમાં ભાગ લીધો, ઘાટામાં 400 વર્ષ જૂનો વડલો અને ડુંગરગામ વન કવચની માહિતી મેળવી

0

વ્યારા તાલુકાનાં ડુંગરગામ અને કણજા પ્રાથમિક શાળાના વિધાર્થીઓ માટે પ્રાકૃતિક શિક્ષણ શિબિર અને વન ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત બાળકોને ડુંગરગામ વન કવચ અને ઘાટામાં 400 વર્ષ જૂનો વડલો જોવા લઈ જવામાં આવ્યા હતા.

ડુંગરગામ વન કવચમાં બાળકોને સામાજિક વનીકરણ વિભાગ સુરત વ્યારા રેંજ દ્વારા અનેક વનસ્પતિઓ ઔષદીઓની ઓળખ કરાવવામાં આવી હતી. અને વન્ય પ્રાણીઓ થી કઈ રીતે બચવું તેનું પણ શિક્ષણ આપવામાં આવ્યું અને શાળાના વિધાર્થીઓને વ્યારા તાલુકાનાં ઘાટા ગામમાં આવેલ  400 વર્ષ જૂનો વડ જોવા લઈ જવામાં આવ્યા હતા. અને વન વિભાગ, તાલુકા શિક્ષણ અધિકારી અને શિક્ષકો દ્વારા બાળકોને તિથિ ભોજન પીરસવામાં આવ્યું હતું.

આ વનભોજન દરમિયાન, બાળકોને 400 વર્ષ જૂનો વડલા વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તેમને ઔષદીઓની ઓળખ કરાવવામાં આવી હતી. દિવસભર બાળકો માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેથી બાળકોએ ભરપૂર આનંદ માણ્યો હતો.

આમ, શાળાના તમામ બાળકો અને શિક્ષકોએ પ્રકૃતિના ખોળે એક આનંદમય અને શૈક્ષણિક દિવસ પસાર કર્યો હતો, જ્યાં તેમને કુદરતી તત્વો સાથે હળીમળીને શીખવાનો અને રમવાનો અવસર મળ્યો હતો.




ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top