રાજ્યમાં ભારે વરસાદના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત,વરસાદના કારણે રાજ્યના 48 માર્ગો બંધ

0
ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. વરસાદને પગલે રાજ્યમાં કુલ 48 માર્ગો બંધ કરવામાં આવ્યા હોવાનું સત્તાવાર માહિતીમાં સામે આવ્યું છે. મહત્વની વાત એ છે કે, નવસારી જિલ્લામાં નેશનલ હાઈવે નંબર-48 વરસાદના કારણે બંધ કરવામાં આવ્યો છે. ઉપરાંત જામનગર જિલ્લામાં પણ એક નેશનલ હાઈવે પર વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે.

રાજ્યના ચાર સ્ટેટ હાઈવે પણ ભારે વરસાદ અને પાણી ભરાવાની સ્થિતિને કારણે બંધ કરવામાં આવ્યા છે. જેમાં ખેડા જિલ્લામાં એક અને જૂનાગઢ જિલ્લામાં ત્રણ સ્ટેટ હાઈવેનો સમાવેશ થાય છે. આ માર્ગો પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે સ્થગિત કરવામાં આવ્યો છે. સુરત, જામનગર અને અમરેલી જિલ્લામાં પણ એક-એક માર્ગ બંધ કરવો પડ્યો છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોની અવરજવર મુશ્કેલ બની છે.



તે સિવાય રાજ્યના અન્ય સાત માર્ગો પણ વરસાદી સ્થિતિને કારણે બંધ કરવામાં આવ્યા છે. સ્થાનિક તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત નજર રાખવામાં આવી રહી છે.

પંચાયત હસ્તકના માર્ગોની વાત કરીએ તો રાજ્યમાં કુલ 36 રસ્તાઓ બંધ થયા છે. વલસાડ જિલ્લામાં સૌથી વધુ 14 પંચાયત માર્ગો બંધ કરવામાં આવ્યા છે. જ્યારે નવસારીમાં 10 અને જૂનાગઢમાં 8 પંચાયત માર્ગો પર વાહનવ્યવહાર અટકાવવામાં આવ્યો છે.

હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેના પગલે વહીવટી તંત્રને સતર્ક રહેવા તેમજ નાગરિકોને જરૂરી હોય ત્યારે જ મુસાફરી કરવાની સલાહ આપવામાં આવી છે.

રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. આવો જાણીએ ક્યાં કેટલું એલર્ટ જાહેર થયું છે.
હવામાન વિભાગે દક્ષિણ અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.

આ જિલ્લામાં રેડ એલર્ટ
સુરત, નવસારી, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ તેમજ દીવ, દમણ અને દાદરા-નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ જિલ્લામાં ઓરેંજ એલર્ટ જાહેર

ભરૂચ, તાપી, નર્મદા, વડોદરા, દાહોદ, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, પોરબંદર, રાજકોટ અને બોટાદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે.

આ જિલ્લામાં યલો એલર્ટ
બીજી તરફ યલો એલર્ટ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ અને આણંદ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top