ચૈતર વસાવાના સમર્થનમાં ગુજરાત સહિત ચાર રાજ્યોના આદિવાસી સંગઠનો અને આગેવાનો ઉમટ્યા

0
ચૈતર વસાવાને સમર્થન આપવા માટે ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશના આદિવાસી સંગઠનોના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આદિવાસી સમાજ સહિત વિવિધ સમાજના આશરે 1 લાખ લોકોએ આ સભામાં ભાગ લીધો હતો.




આમ આદમી પાર્ટીના નેતાઓએ ચૈતર વસાવા પર થયેલા કેસને રાજકીય કિન્નાખોરી ગણાવ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે વસાવાને જંગલની જમીનો બચાવવા અને આદિવાસીઓના હક માટે લડવા બદલ વારંવાર જેલમાં ધકેલવામાં આવ્યા છે.ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે ભાજપના નેતાઓએ આદિવાસી સમાજમાં ભાગલા પાડવાનું ષડયંત્ર રચ્યું છે. ગોપાલ ઇટાલિયાએ ઉમેર્યું હતું કે જો ભાજપ સરકાર ચૈતર વસાવાને સજા કરશે, તો જનતાની અદાલત તેમને સત્તા બહાર કરશે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે કૌભાંડીઓ અને બળાત્કારીઓ વિધાનસભામાં છે, જ્યારે આદિવાસીઓના હક માટે લડનારા ચૈતર વસાવા જેલમાં છે.



ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની વર્ષાબેન વસાવાએ જણાવ્યું હતું કે જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી આ લડત ચાલુ રાખવામાં આવશે. તેમણે ઉપસ્થિત લોકોને હંમેશા આવી જ તાકાત બતાવવા અપીલ કરી હતી. તેમણે ભારપૂર્વક કહ્યું કે સમગ્ર આદિવાસી સમાજ ચૈતર વસાવાના પરિવાર અને સંતાનો સાથે ખભેખભા મિલાવીને ઊભો રહેશે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top