રાજપીપળા :આનંદ હોસ્પિટલની બાજુની ખુલ્લી જગ્યામાં વિવિધ સોસાયટીના લોકો કચરો નાખી જતા હોવાથી ગંદકીનું સામ્રાજ્ય ઉભું થયું

0
રાજપીપળા રાજપીપળા શહેરના કોલેજ રોડ પર આવેલી આનંદ હોસ્પિટલની બાજુની ખુલ્લી જગ્યામાં વિવિધ સોસાયટીના લોકો કચરો નાખી જતા હોવાથી ગંદકીનું સામ્રાજ્ય ઉભું થયું છે. આનંદ હોસ્પિટલ 2002ની સાલમાં બનાવવામાં આવ્યું ત્યારે આસપાસના વિસ્તારના વરસાદી પાણી જવાનો નદીને જોડતો કાસ હતો. 






આ કાંસને પૂરી દેવામાં આવતાં વરસાદી પાણીનો નિકાલ કેવી રીતે થશે તે એક સવાલ છે. આસપાસના લોકો રોજ-બરોજ ત્યાં કચરો નાખે છે તથા વાતાવરણને પ્રદુષિત કરે છે ને જાહેર જનતા માટે જોખમી છે. અત્રે ઉલ્લેખનીય છે કે નગરની સફાઈ અંગે એક ડોક્ટરે લેખિતમાં આપવું પડે એ ખરેખર રાજપીપલા શહેર માટે શરમ જનક કહેવાય કેમકે સ્વચ્છતા માં જો પાલિકા 9 માં સ્થાને આવતું હોય તો આવી જગ્યાઓની સફાઈની કાળજી પાલિકાએ રાખવી જોઈએ બાકી જો ચોમાસુ ચાલુ થતાં જ લોકોને હાલાકી વેઠવી પડશે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top