કોંગ્રેસને ફરી ઝટકો, ગાંધી પરિવારની નજીકના પૂર્વ કેન્દ્રીય મંત્રી અને 3 વખતના સાંસદ ભાજપમાં જોડાયા

0
લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસની મુશ્કેલી સતત વધતી જઇ રહી છે. પાર્ટીને ચૂંટણી પહેલા એક પછી એક મોટા ઝટકા લાગી રહ્યા છે. હવે પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ પચૌરીએ પણ કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે.કોંગ્રેસ નેતા સુરેશ પચૌરી આજે ભાજપમાં જોડાઈ ગયા. તેમણે ભોપાલમાં પાર્ટી કાર્યાલયમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ અને પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની હાજરીમાં પાર્ટીનું સભ્યપદ મેળવ્યું.






સુરેશ પચૌરી ગાંધી પરિવારના નજીકના ગણાય છે

અહેવાલ અનુસાર, કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુરેશ પચૌરી અને પૂર્વ સાંસદ ગજેન્દ્ર સિંહ રાજુખેડી આજે ભાજપમાં જોડાઈ ગયા હતા. સુરેશ પચૌરી ગાંધી પરિવારના નજીકના મનાતા હતા. તેમણે યુપીએ સરકારમાં કેન્દ્રીય સંરક્ષણ રાજ્ય મંત્રીની જવાબદારી નિભાવી હતી. આ ઉપરાંત તેઓ ચાર વખત રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે.

ગજેન્દ્ર સિંહ રાજુખેડી ધાર સીટથી સાંસદ હતા

આ સિવાય આદિવાસી નેતા ગજેન્દ્ર સિંહ રાજુખેડી ધાર સીટ પરથી કોંગ્રેસની ટિકિટ પર ત્રણ વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. સૂત્રોએ જણાવ્યું કે તેઓ 1990માં ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા, પરંતુ બાદમાં કોંગ્રેસમાં જોડાયા હતા.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top