બજેટ પહેલા GSTની છપ્પરફાડ કમાણી, 1.72 લાખ કરોડ મળ્યાં

0
બજેટ પહેલા સરકારને એક મોટા ગુડ ન્યૂઝ મળ્યાં છે. જાન્યુઆરી 2024માં જીએસટી કલેક્શન 1.72 લાખ કરોડને પાર થયું છે.

  • બજેટના એક દિવસ પહેલા સરકાર માટે ગુડ ન્યૂઝ
  • જાન્યુઆરી 2024માં જીએસટી કલેક્શન 1.72 લાખ કરોડને પાર
  • 2024ના વર્ષનું આ પહેલું મોટું કલેક્શન
જીએસટી કલેક્શનની દ્રષ્ટિએ 2023નું વર્ષ સરકાર માટે ખૂબ ફાયદાકારક રહ્યું છે. હવે જાન્યુઆરી 2024ના જીએસટી કલેક્શનના આંકડા આવ્યાં છે. જાન્યુઆરી 2024માં જીએસટી કલેક્શન 1.72 લાખ કરોડને પાર પહોંચ્યું છે. 2024ના વર્ષનું આ પહેલું મોટું કલેક્શન છે.

ડિસેમ્બરમાં કેટલું કલેક્શન
ડિસેમ્બર 2023માં જીએસટી કલેક્શન 1.64 લાખ કરોડ હતું.

આવતીકાલે સામાન્ય બજેટ
દેશનું વચગાળાનું બજેટ આવતીકાલે 1 ફેબ્રુઆરીએ રજૂ થવા જઈ રહ્યું છે. નાણા મંત્રી નિર્મલા સીતારામણે સવારના 11 વાગ્યે લોકસભામાં વચગાળાનું બજેટ રજૂ કરશે. મે મહિનામાં લોકસભા ચૂંટણી હોવાથી 5 મહિનાનું બજેટ આવી રહ્યું છે. બજેટમાં જનતા માટે ઘણી રાહતો જાહેર થઈ શકે છે. સૌથી મોટી રાહત પેટ્રોલ-ડીઝલના ભાવમાં મળી શકે છે. સરકાર ઈંધણ પરની એક્સાઈઝ ડ્યુટીમાં 5 થી 7 રુપિયાનો ઘટાડો કરી શકે છે જેને કારણે પેટ્રોલ-ડીઝલ સસ્તા થઈ શકે છે. સામાન્ય લોકોને બીજી પણ રાહત મળી શકે છે.

સૌથી વધારે જીએસટી કલેક્શન ક્યારે મળ્યું હતું
અત્યાર સુધીનું સૌથી વધારે જીએસટી કલેક્શન એપ્રિલ 2023માં મળ્યું હતું. સરકારને જીએસટી તરીકે 1.87 લાખ કરોડ મળ્યાં હતા.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top