વ્યારા: કસવાવ ગામેથી સગીર દીકરીને ભગાડી લાવનાર આરોપીની ધરપકડ

0
  • સગીર દીકરીને  લગ્નની લાલચ આપી કાયદેસરના વાલીપાણા માટે ભગાડી ગયો હતો
  • યુવકને વ્યારા પોલીસે કસવાવથી પકડી લીધો
  • આરોપી ને મેહસાણા પોલીસને કબ્જો સોંપી વ્યારા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કસવાવ ગામેથી મેહસાણા થી સગીરા ને ભગાડી લાવનાર આરોપી આકાશ રાવળને ઝડપી લઈ મહેસાણા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો જે આરોપી ને મેહસાણા પોલીસને કબ્જો સોંપી વ્યારા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

મહેસાણા જિલ્લાના એક યુવક સગીર દીકરીને  લગ્નની લાલચ આપી કાયદેસરના વાલીપાણા માટે ભગાડી ગયો હતો જે યુવકને વ્યારા પોલીસે કસવાવથી પકડી લીધો હતો. મહેસાણાના કડી ગામે નવાપુરાવિસ્તારમાં રહેતી સગીરાને ભગાડી જનાર આકાશ વિષ્ણુભાઇ રાવળ (રહે. કડી,જિ.મહેસાણા)ને વ્યારા તાલુકાના કસવાવ ગામેથી પોલીસે ઝડપી પાડ્યો હતો. આકાશ રાવળ સગીરાને લલચાલી ફોસલાવી, લગ્ન કરવા કે અન્ય કોઇ ગુનાહિત કૃત્ય કરવાના ઇરાદે કાયદેસરના વાલીપણામાંથી ભગાડી લઇ આવ્યો હતો. સગીરાની માતાની ફરિયાદનાઆધારે યુવક વિરુદ્ધ મહેસાણાના કડી પોલીસ મથકે યુવક વિરુદ્ધ ઇપીકો કલમ ૩૬૩,૩૬૬ હેઠળનોગુન્હો નોંધાયો હતો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top