બારડોલી તાલુકાના રામપુરા ગામે એક અકસ્માતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. રામપુરા ગામની સીમમાં શેરડી ભરેલા ટ્રેકટરનું ટાયર ફાટતા ટ્રેકટર પલટી મારી ગયું હતું. ટ્રેકટર પલટી મારતા ટ્રેલરમાં ભરેલી શેરડીના જથ્થો નીચે પડ્યો હતો. જો કે, દુખની વાત એ છે કે, આ શેરડીનો જથ્થો જ્યારે રોડ પર પડ્યો ત્યારે જ અહીં એક મોપેડ સવાર પસાર થયો. જેથી મોપેડમાં બન્ને યુવકો દબાઈ ગયા હતા. જો કે, કમનસીબે મોપેડ ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું.
બારડોલી જીઆઈડીસીમાં આવેલ ઓલા ઇલેક્ટ્રિક મોપેડના શો રૂમમાં ટેક્નિશયન તરીકે કામ કરતા વિકાસ યાદવનું મોત થયું હતું. બન્ને યુવકો મોપેડની સર્વિસના કામ અર્થે ગયા હતા, કામ પતાવીને પરત આવતા હતા ત્યારે તેઓ દુર્ઘટનાનો શિકાર બન્યા હતા. બારડોલી રુલર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



.png)