નાણામંત્રી નિર્મલા સીતારમણ ગુરુવારે એટલે કે આજે મોદી સરકારનું લોકસભા ચૂંટણી પૂર્વેનું અંતિમ અને વચગાળાનું બજેટ રજૂ કરી દીધું. લગભગ એક જ કલાકના ભાષણમાં તેમણે આ વખતે લોકોને આકર્ષિત કરે તેવી લોભામણી જાહેરાતો કરવાથી કિનારો કરી લીધો હોય તેવું દેખાયું. આ મોદી સરકારનું છઠ્ઠું બજેટ હતું. ચૂંટણી પૂર્વેના બજેટને વચગાળાનું બજેટ કહેવાય છે. બજેટ ભાષણ પૂરું થયા બાદ હવે ગૃહની કાર્યવાહીને શુક્રવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
દર મહિને 300 યુનિટ વીજળી મફત આપવામાં આવશે
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું ખેડૂતોની આવક વધારવાના પ્રયાસો કરવામાં આવશે. મિશન ઇન્દ્રધનુષમાં રસીકરણ વધારવામાં આવશે. નવી મેડિકલ કોલેજો ખોલવામાં આવશે. આ માટે કમિટી બનાવશે. 9 થી 14 વર્ષની કન્યાઓને વિનામૂલ્યે રસીકરણ કરવામાં આવશે. નેનો ડીએપીનો ઉપયોગ પાક પર કરવામાં આવશે. ડેરી વિકાસ ક્ષેત્રે સારું કામ થશે. ડેરી ખેડૂતોને પ્રોત્સાહન આપવામાં આવશે. 1361 મંડીઓને eName સાથે જોડવામાં આવશે. આગામી 5 વર્ષમાં વિકાસની નવી વ્યાખ્યા લાવીશું. તેલીબિયાં પર સંશોધનને પ્રોત્સાહન આપવામાં આવશે. દર મહિને 300 યુનિટ વીજળી મફત આપવામાં આવશે.
1 કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવી
નાણામંત્રીએ કહ્યું કે લખપતિ દીદી યોજનાને પ્રમોટ કરવામાં આવશે. હવે યોજના પાછળનો ખર્ચ 2 કરોડથી વધારીને 3 કરોડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ યોજનાથી 9 કરોડ મહિલાઓના જીવનમાં પરિવર્તન આવ્યું છે. લખપતિ દીદીથી આત્મનિર્ભરતા આવી છે. આંગણવાડી કાર્યક્રમોમાં તેજી આવશે. અત્યાર સુધી એક કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવાઈ છે.
વડાપ્રધાન આવાસ યોજના હેઠળ વધુ 2 કરોડ મકાનો બનાવાશે
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, દેશની અર્થવ્યવસ્થા સાચી દિશામાં છે. અમારી સરકારનું ધ્યાન પારદર્શક શાસન પર છે. હવે આગામી 5 વર્ષમાં વડાપ્રધાન આવાસ યોજના હેઠળ આગામી ગ્રામીણ વિસ્તારોમાં વધુ 2 કરોડ મકાનો બનાવવામાં આવશે.


.png)