હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેવા પામ્યો છે. સુરતમાં શ્રાવણના મહિનામાં ઝાપટા સ્વરૂપે જોવા મળી રહ્યા છે. સુરતમાં વરાછા ઝોન એમાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક છવાઈ ગઈ છે. ધીમી ગતિએ વરસી રહેલા વરસાદને પગલે અનેકની જગ્યાએ સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં પણ વરસાદ વિઘ્નસ્વરૂપ બન્યો હતો. જ્યારે ઉકાઈ ડેમના ઉપવાસમાં ભારે વરસાદના કારણે ફરી પાણીની આવકમાં વધારો થયો છે.
ખેડૂતો માટે આશીર્વાદ સમાન વરસાદ
સુરત શહેરમાં ધીમીધારે વરસી રહેલો વરસાદ ગ્રામ્ય વરસાદમાં પણ વરસી રહ્યો છે. જેના પગલે વાતાવરણમાં ઠંડક છવાઈ ગઈ છે તો ખેડૂતો માટે ધીમીધારે વરસતો વરસાદ આશીર્વાદરૂપ સમાન સાબિત થઈ રહ્યો છે. કારણ કે ધીમીધારે વરસતો વરસાદ સીધો જ જમીનમાં ઉતરીને પાકના મૂળ સુધી પહોંચીને કાચા સોના સમાન સાબિત થઈ રહ્યો છે. ધીમીધારે વરસતા વરસાદને પગલે ખેડૂતોમાં પણ ખુશીઓ જોવા મળી રહી છે.
ઉકાઈની સપાટી રૂલ લેવલને પાર
ઉકાઈ ડેમમાં ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને પગલે હાલ ડેમમાં 1,59,747 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેના પગલે ડેમની સપાટી 335.48 ફૂટ પર પહોંચી ગઈ છે. જેથી તાપી નદીમાં ઉકાઈ ડેમમાંથી 1,27,964 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. સીંગણપુર કોઝવેની સપાટી વધીને 7.69 મીટર નોંધાય છે. કોઝવે પરથી 97,586 પાણી વહી રહ્યું છે.


.png)