સુરત જિલ્લામાં ધીમીધારે વરસી રહેલા મેઘરાજાએ આજે દિવસ દરમિયાન ત્રણ તાલુકામાં દોઢ ઇંચથી લઇને અડધો ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. જયારે અન્ય તાલુકામાં અને સુરત શહેરમાં છુટોછવાયો વરસાદ વરસ્યો હતો.
ફલંડ કંટ્રોલના પ્રવકતાના જણાવ્યા મુજબ આજે દિવસ દરમિયાન સવારે છ થી સાંજે છ વાગ્યા સુધીના ૧૨ કલાકમાં ઉમરપાડા તાલુકામાં દોઢ ઇંચ, ચોર્યાસી, માંડવીમાં અડધો ઇંચ વરસાદી પાણી પડયું હતુ. જયારે અન્યત્ર તાલુકામાં દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા પડયા હતા. સુરત શહેરમાં પણ દિવસ દરમિયાન વાદળીયા હવામાન સાથે સતત ટીપ ટીપ વરસાદ ચાલુ જ રહ્યો હતો. આમ સુરત જિલ્લામાં શ્રાવણ મહિનામાં ધીમીધારે વરસવાનું ચાલુ રાખ્યુ છે.


.png)