તાપી જિલ્લામાં નિઝર તાલુકાના નેવાળામાં પિતાએ ઠપકો આપતા પ્રેમી પંખીડાએ ફાંસો ખાઈ લીધો

News 16
0
તાપી જિલ્લાના નિઝર તાલુકામાં સમાવેશ નેવાળા ગામના પ્રેમી પંખીડાએ જુના નેવાળા ગામની સીમમાં આમલીના ઝાડ ઉપર દોરડા વડે પોતે જ ગળે ફાંસો લઈને જીવન ટૂંકાવ્યું લીધું છે. નિઝર તાલુકાના નેવાળા ગામના રહેવાસી ગણેશભાઈ દિપકભાઈ પાડવી (ઉ.વ.21) અને રંજનાબેન મનીષ પાડવી (ઉ.વ.20)ના બન્ને છેલ્લા એક વર્ષથી પ્રેમ સંબંધમાં હોવાથી જે બન્ને પ્રેમી પંખીડા પતિ પત્ની તરીકે રહેવા માટે નક્કી કરતા પ્રેમી ગણેશભાઈ અને પ્રેમિકા રંજનાબેન સાથે ગત રોજ મોડી રાતે પ્રેમીના ઘરે ગયા પરંતુ પ્રેમીના પિતા દિપકભાઈ કરમસિંગભાઈ પાડવીને આ સંબંધથી ખુશ ન હતા.



તેમના પુત્રને બન્નેના પ્રેમ સંબંધ બાબતે ઠપકો આપતાં પ્રેમી પંખીડાના મનમાં ખોટું લાગી આવ્યું હતું. અને ઘરે થી નીકળીને જુનાનેવાળા ગામની સીમ વિસ્તારમાં આવેલ ઉદ્દવહન સિંચાઈ યોજનાની ઓફિસની પાછળ આવેલ આમલીના ઝાડની ડાળી ઉપર પ્રેમી પંખીડાએ દોરડા વડે પોતે જ ફાંસો લઈને આપઘાત કર્યો હોવા અંગેની ફરિયાદ નિઝર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.જે અંગે વધુ તપાસ નિઝર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ એસ.ટી.દેસલે કરી રહ્યા છે.

મરણ જનાર યુવક પિતા દિપકભાઈ કરમસિંગભાઈ દ્વારા નિઝર પોલીસ સ્ટેશનમાં આપેલ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમના પુત્ર ગણેશભાઈ અને નેવાળા ગામના રહેવાસી મનીષભાઈની પુત્રી રંજનાબેન બન્ને સાથે જ ગત રોજ તેમના ઘરે મોડી રાતના આશરે એકાદ વાગ્યાના સમયે આવ્યા હતા.

પુત્રએ પિતાને કીધું હતું. કે રંજનાને હું પ્રેમ કરું છું અને જેથી અમે બન્ને પતિ પત્ની તરીકે સાથે જ રહેવાના છે.પરંતુ પિતાએ પુત્રને જણાવેલ કે પરિવારના સભ્યોને પૂછ્યા વગર તમે કેમ રંજનાને ઘરે લઈ આવ્યા છો, તેમજ પિતાએ પુત્રને કીધું કે તમારા પ્રેમ સંબંધથી હું ખુશ નથી. મારે પણ સમાજમાં જવાબ આપવાનો થાય છે.જેથી પ્રેમી પંખીડાના મનમાં ખોટું લાગી આવતા બને જાણ વહેલી સવારે ઘરેથી જતા રહ્યા હતા. અને જુના નેવાળા ગામની સીમમાં આવેલ આમલીના ઝાડની ડાળી ઉપર દોરડા વડે જાતે જ ગળે ફાંસો ખાઈ ને મરણ ગયેલ હોવા અંગેની ફરિયાદ દિપકભાઈ કરમસિંગભાઈ દ્વારા નિઝર પોલીસ સ્ટેશનમાં નોંધવી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top