મહારાષ્ટ્રમાં મુશળધાર આફત: મુંબઈ-થાણે સહિતના વિસ્તારો જળબંબાકાર, 5 દિવસ હાઇ ઍલર્ટ

0

મહારાષ્ટ્રમાં સતત થઈ રહેલા મુશળધાર વરસાદને કારણે મુંબઈ, ઠાણે, ભિવંડી અને વસઈ-વિરાર સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદને લીધે વાહનવ્યવહાર ખોરવાયો છે અને અનેક જગ્યાએ અકસ્માતોની ઘટનાઓ સામે આવી છે. હવામાન વિભાગે મુંબઈ અને આસપાસના જિલ્લાઓમાં આગામી 5 દિવસ માટે ભારે વરસાદનું હાઇ ઍલર્ટ જાહેર કર્યું છે.

7થી 8 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો
ભિવંડીમાં રસ્તાના અધૂરા કામ અને ખાડાઓમાં પાણી ભરાવાને કારણે મુંબઈ-નાસિક હાઇવે પર 7થી 8 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો હતો. ટ્રક, બસ અને પ્રાઇવેટ વાહનો 2થી 3 કલાક સુધી જામમાં ફસાયેલા રહ્યા હતા. બીજી તરફ વરસાદ વચ્ચે ગુરુવારે બપોરે 1:54 વાગ્યે હાઇ ટાઇડ આવવાની હોવાથી મુંબઈના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની આશંકા વધી ગઈ છે.

આગામી 5 દિવસ માટે એડવાઈઝરી જાહેર
હવામાન વિભાગે મુંબઈ, ઠાણે, પાલઘર, રાયગઢ, રત્નાગિરી અને સિંધુદુર્ગ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. પ્રશાસને લોકોને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી પરિસ્થિતિને જોતાં બિનજરૂરી બહાર ન નીકળવા, પાણી ભરાયા હોય તેવા વિસ્તારોથી દૂર રહેવા અને વીજળીના થાંભલાઓથી સાવધ રહેવા અપીલ કરી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top