ગુજરાતમાં ઉનાળામાં જોવા મળશે ચોમાસા જેવો માહોલ, અંબાલાલ પટેલની આગાહી

0
  • અંબાલાલ પટેલે વાતાવરણને લઈને મહત્વની આગાહી કરી
  • ગુજરાતમાં ઉનાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાશે.
  • દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પવન સાથે છાંટા પડશે.
ગુજરાતમાં હાલમાં આકરી ગરમી પડી રહી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાન 43 ડિગ્રીને પાર કરી ગયું છે. અંબાલાલ પટેલે વાતાવરણને લઈને મહત્વની આગાહી કરી છે. તેમની આગાહી મુજબ ગુજરાતમાં ઉનાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાશે.

એપ્રિલ મહિનામાં ક્યાંક છાંટા તો ક્યાંક ધૂળની ડમરીઓ ઊડશે. આજથી હવામાનમાં પલટો આવી ગયો છે. ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગમાં ગાજવીજ સાથે છાંટા પડશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પવન સાથે છાંટા પડશે. જ્યારે ઉત્તર ગુજરાતમાં પવનની ગતિ 35થી 50 કી.મી. પ્રતિ કલાકની ઝડપનો પવન રહેશે. જોકે, 14 એપ્રિલ પછી ફરીથી ગરમીમાં વધારો થશે.

તારીખ 17થી 22 દરમિયાન ફરીથી હવામાનમાં પલટો આવશે. 26મી એપ્રિલ બાદ ગરમીમાં વધારો થતો જોવા મળશે. ગુજરાતના કેટલાક ભાગોમાં 45 ડિગ્રી તાપમાન પહોંચવાની સંભાવના છે. આ ઉપરાંત એપ્રિલ મહિનામાં પવનની ગતિ વધારે રહેશે, મે મહિનામાં જે વાતાવરણ હોય તેવું વાતાવરણ એપ્રિલના અંતમાં જોવા મળશે.

ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં હીટવેવ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે અને તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસથી ઉપર પહોંચી શકે છે. જો કે, ઉત્તર પશ્ચિમ ભારત, ગુજરાત અને મહારાષ્ટ્રમાં આગામી બે દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી, પરંતુ ત્યારબાદ ચાર દિવસ સુધી તાપમાનમાં ૨થી ૪ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top