ગુજરાતમાં એપ્રિલ મહિનો અડધો થયો છે સાથે સાથે ઉનાળો પણ પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડી રહ્યો છે. ગરમી દિવસેને દિવસે વધી રહી છે. આવી સ્થિતિ ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું. રાજ્યમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રીની સપાટીએ પહોંચી ગયું છે. આગામી 48 કલાકમાં તાપમાન યથાવત રહેશે.
તાપમાન 45 ડિગ્રી પહોંચ્યું
ગુજરાતમાં દિવસેને દિવસે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં 40 ડિગ્રીની આસપાસ મહત્તમ તાપમાન રહ્યું હતું. ગુજરાતમાં 31.9 ડિગ્રીથી લઈને 45 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. 45 ડિગ્રી સાથે કંડલા એરપોર્ટ રાજ્યનું સૌથી ઉંચી તાપમાન રહ્યું હતું. જ્યારે દ્વારકામાં 31.9 ડિગ્રી તાપમાન રહ્યું હતું.