Lok Sabha Election 2024: માયાવતીએ દિલ્હીની સાતેય લોકસભા બેઠકો પર જાહેર કર્યા ઉમેદવાર, જાણો BSP કયા પક્ષોનો બગાડશે ખેલ?

0
લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં 25 મેએ સાતેય બેઠક પર મતદાન યોજાવાનું છે, ત્યારે બીએસપીના વડા માયાવતીએ સાતેય બેઠક પર ઉમેદવારોના નામ જાહેર કરી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની મુશ્કેલી વધારી દીધી છે. દિલ્હીમાં અનુસૂચિત જાતિની વસ્તી અને ઉત્તર પ્રદેશના લોકોની સંખ્યા વધુ હોવાથી બીએસપીને રાજધાનીમાં ફાયદો દેખાઈ રહ્યો છે અને તેની એન્ટ્રીથી અન્ય પક્ષોના વોટ શેરિંગમાં પણ અસર જોવા મળી શકે છે.



દિલ્હીમાં SC, ઉત્તર પ્રદેશના લોકોની સંખ્યા વધુ, BSPને થશે લાભ

વાસ્તવમાં દિલ્હીમાં અનુસૂચિત જાતિના 20 ટકા મતદારો છે. આ ઉપરાંત ત્યાં ઉત્તર પ્રદેશના લોકોની પણ સંખ્યા વધુ છે, જેઓ દિલ્હીના મતદારો પણ બની ચુક્યા આવી સ્થિતિમાં BSP પાસે રાજધાનીમાં ખોવાયેલી સાખ પાછી મેળવવાની તક છે. આ જ કારણે બસપાએ તમામ બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.

દિલ્હીમાં ક્યારે મુસ્લિમોને ટિકિટ અપાઈ નથી : બસપાનો દાવો

બસપાના પ્રદેશ અધ્યક્ષે દાવો કર્યો કે, કોઈપણ પક્ષોએ દિલ્હીની સાતેય લોકસભા બેઠક પર ક્યારે મુસ્લિમ મતદારોને ટિકિટ આપી નથી. પરંતુ બસપાએ મુસ્લિમ સમજાના બે ઉમેદવારોને ટિકિટ આપી છે. બસપાના મુખ્ય મતદારો પહેલા કોંગ્રેસમાં અને પછી આમ આદમી પાર્ટીમાં વિખેરાઈ ગયા હતા, પરંતુ દિલ્હીમાં જ નહીં, દેશભરમાં બસપાના મુખ્ય મતદારો પરત ફરી રહ્યા છે, ત્યારે આવી સ્થિતિમાં એવા સવાલો ઉઠી રહ્યા છે કે, બસપાએ સાતેય બેઠક પર ઉમેદવારો ઉતારી કયા પક્ષનો ખેલ બગાડ્યો છે. શું બસપાના કારણે આપ-કોંગ્રેસના ગઠબંધનને નુકસાન થશે કે પછી ભાજપને. જોકે બસપાની અન્ય પક્ષો પર થનારી અસરો ચાર જૂના પરિણામમાં જ સામે આવશે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top