તાપી: વ્યારામાં સરકારી જમીન પર ફર્યું બુલડોઝર, પોલીસકર્મીઓનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો

0
વ્યારામાં સરકારી જમીન પર બુલડોઝરફરી વળ્યું છે. વ્યારાના શંકર ફળિયામાં વહેલી સવારથી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. તાપી જિલ્લા પોલીસ હેડ કવાર્ટર નજીક શંકર ફળિયુ હોવાથી પોલીસે દબાણ હટાવ્યા. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલેશન શરૂ કરાયું હતું. હજુ આગામી સમયમાં અંદાજીત 65થી વધુ મકાનનું ડિમોલેશન 



વ્યારા નગરપાલિકા વિસ્તારમાં આવતું શંકર ફળિયું (સિટી સર્વે નંબર 2579/અ અને 2582)ની જમીન પર છેલ્લા ૪૦ વર્ષથી વધુ સમયથી અહી ગરીબ અને મધ્યમવર્ગના લોકો વસવાટ કરતાં આવ્યા છે, અહીંના કેટલાક પરિવારો પોતાની માલિકી પણ ધરાવે છે, સિટી સર્વેમાં તેમના પ્રોપર્ટીકાર્ડ પણ છે,અને તેઓ ઘરવેરો, નળવેરો,લાઇટબીલ પણ ભરતા આવ્યા છે.

જિલ્લા કલેકટર કચેરી સહિત નેતાઓને પણ રજૂઆત કરી હતી
જોકે હવે અહીની સરકારી જમીન પોલીસ વિભાગને ફાળવી દેવામાં આવી છે. જેને લઈ અહીની જમીન પર વસવાટ કરતાં પરિવારજનોને જમીન ખાલી કરવા માટે સૂચના /નોટિસ આપવામાં આવી હતી. જે બાદ શંકર ફળિયાના રહિશોને જિલ્લા કલેકટર કચેરી સહિત નેતાઓને પણ રજૂઆત કરી હતી.



પોલીસકર્મીઓનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો
જોકે આજરોજ ૫૦૦થી વધુ પોલીસકર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વ્યારાના શંકર ફળિયામાં મોટું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું, કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે વહેલી સવારથી જ ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ, સહિત ૫૦૦થી વધુ પોલીસકર્મીઓનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો,ડિમોલીસન દરમિયાન મામલતદાર સ્ટાફ, સિટી સર્વે સ્ટાફ, નગર પાલિકા તેમજ જીઇબી બોર્ડનો સ્ટાફ પણ ખડેપગે નજરે પડ્યો હતો.


વર્ષોથી અહી વસવાટ કરતાં ગરીબ અને મધ્યમવર્ગના પરિવારો ચિંતામાં મુકાયા
આપને અહી એ પણ જણાવી દઈએ છીએકે, આ પહેલા શંકર ફળિયાના રહીશોને નોટિશ ઇશ્યૂ કરી જમીન ઉપર અનધિકૃત રીતે કબ્જો કરી ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હોવાનું જણાવી માત્ર એકજ દિવસમાં જમીનનો કબ્જો ખાલી કરવા માટે જણાવ્યું હતું. જેને લઈ વર્ષોથી અહી વસવાટ કરતાં ગરીબ અને મધ્યમવર્ગના પરિવારો ચિંતામાં મુકાયા હતા.


એકપણ નેતા કે પછી આગેવાન પણ ફરક્યો ન હતો
જોકે આજરોજ વહેલી સવારેથી જ શંકર ફળિયામાં ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘરોમાંથી સામાન કાઢી લેવાની સૂચના આપવામાં આવ્યા બાદ ગેરકાયદેસરના બાંધકામો જેસીબી વડે તોડવામાં આવ્યા હતા. વર્ષોથી વસવાટ કરતાં પરિવારજનોની આંખોની સામે જ મકાન તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવતા અહીંના લોકોની આંખોમાં આસું આવી ગયા હતા. જોકે આ દરમિયાન એકપણ નેતા કે પછી આગેવાન પણ ફરક્યો ન હતો.


હરામખોર કોર્પોરેટરને શરમ આવવી જોઈએ
જોકે આ દરમિયાન એક ઓડિઓ સોસિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઈ રહ્યો છે,જેમાં જણાવવામાં આવ્યું છે કે, વૉટની ભીખ માંગનાર કોર્પોરેટરો ક્યાં જતાં રહ્યા? લોકોના માથાનું છાવણી,લોકોની મિલકતો,લોકોની રોજગારી,લોકોના દુ:ખ,લોકો બેઘર, અને હાલના વ્યારાના કોરોરેટરો મજા માણવામાં મસગુલ, આવા હરામખોર કોર્પોરેટરોને શરમ આવવી જોઈએ.


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top