Tapi : વ્યારાના AMPC માર્કેટયાર્ડ ખાતે મસરૂમની હરાજીનો ભાવ 10 હજાર ઉપર ગયો જે અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો

Study Material
0

તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ APMC માર્કેટયાર્ડ ખાતે દરરોજ સવારે શાકભાજી હરાજી થાય છે પરંતુ ચોમાસાની સિઝન ચાલુ થતાં આજ રોજ માર્કેટયાર્ડ ખાતે ખેડૂત મશરૂમ લઈને આવ્યા હતા જેની હરાજી થતાં તેનો ભાવ 10000 રૂપિયાથી પણ વધારે બોલાયો હતો જેથી ખેડૂત ખુશ થાય ગયા હતા અને હરાજીનો વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.

મશરૂમ ખાવાના અનેક ફાયદા
મશરૂમમાં હાજર સેલેનિયમ અને એર્ગોથિઓનિન નામના તત્વો રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આ સિવાય મશરૂમમાં વિટામીન A, B અને C પણ ભરપૂર માત્રામાં હોય છે, જે રોગો સામે લડવાની ક્ષમતા વધારે છે.

મશરૂમ નબળી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરી શકે છે મશરૂમ ઘણા પોષક તત્વોથી ભરપૂર હોવાથી એવું માનવામાં આવે છે કે મશરૂમ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. મશરૂમમાં મળતા એન્ટીઓક્સીડેન્ટ્સ અને ફાયટોકેમિકલ્સ શરીરમાં સોજાને ઘટાડી શકે છે. તેમની બળતરા વિરોધી, એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-ફંગલ ગુણધર્મો મોસમી રોગો અને ચેપ સામે રક્ષણની દ્રષ્ટિએ ફાયદાકારક માનવામાં આવે છે. મશરૂમમાં હાજર સેલેનિયમ અને એર્ગોથિઓનિન નામના તત્વો રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આ સિવાય મશરૂમમાં વિટામીન A, B અને C પણ ભરપૂર માત્રામાં હોય છે, જે રોગો સામે લડવાની ક્ષમતા વધારે છે.

કેન્સર સામે રક્ષણ આપે છે મશરૂમમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે શરીરને હાનિકારક ફ્રી રેડિકલથી બચાવે છે. ફ્રી રેડિકલ્સ કેન્સરનું સૌથી મોટું કારણ છે.

મશરૂમનું સેવન સ્થૂળતાના જોખમને ઘટાડી શકે છે મશરૂમ ખાવાથી વજન વધતું અટકાવવામાં મદદગાર સાબિત થઈ શકે છે. મશરૂમ ખાવાથી વજન વધવાની અને સ્થૂળતાની શક્યતા ઓછી કરવાના દાવા કરવામાં આવે છે. આ રીતે, મશરૂમ્સનું સેવન વજન ઘટાડવાની પ્રક્રિયામાં પણ મદદ કરી શકે છે.

મશરૂમ હૃદય રોગનું જોખમ ઘટાડી શકે છે (હૃદય રોગ અટકાવે છે) વિવિધ અભ્યાસોએ જણાવ્યું છે કે મશરૂમમાં લીન પ્લાન્ટ પ્રોટીન જોવા મળે છે. આ સિવાય તે ઓછી કેલરી અને ઓછી ચરબીવાળો ખોરાક પણ છે. મશરૂમ્સના કુદરતી રીતે ખારા સ્વાદને કારણે, તેને રાંધતી વખતે થોડી માત્રામાં મીઠું ઉમેરવાની જરૂર છે. જેના કારણે, તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે અને તે હૃદયના સ્વાસ્થ્યને પણ વેગ આપી શકે છે અને હૃદયના રોગોનું જોખમ ઘટાડી શકે છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top