વ્યારાના મેઘપુર ગામના ચાર રસ્તા પાસે ટ્રેક્ટર ચાલકે બાઈકને અડફેટે લેતાં બાઈકચાલક યુવાનનું કરુણ મોત

Study Material
0
વ્યારાના મેઘપુર ગામના ચાર રસ્તા પાસેના સાંકળી તરફ જતા રોડ ઉપર જયહિંદભાઈના ખેતર પાસે ટ્રેક્ટરના ચાલકે બાઈકને અડફેટે લેતાં બાઈકચાલક યુવકનું ગંભીર ઈજાને કારણે મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસ તપાસ શરૂ કરી હતી.




મળતી માહિતી મુજબ, વ્યારા તાલુકાના સાંકળી ગામના ખાખરી ફળિયામાં રહેતો 24 વર્ષીય રાહુલ જગદીશભાઈ ચૌઘરી ગતરાત્રીએ પોતાની બાઈક નંબર GJ/26/AC/9941 લઈને બેડકુવા દુર ગામ ખાતે મજુરી કામ માટે ગયા હતા અને ત્યાંથી રાત્રીનાં સમયે પાછા ફરતા હતા. તે સમયે મેઘપૂર ચાર રસ્તા પાસે સાંકળી તરફ જતા રોડ ઉપર જયહિંદભાઈના ખેતર પાસે સામેથી આવતા ટ્રેક્ટર નંબર GJ/01/FQ/7789નાં ચાલકે પોતાનું ટ્રેકટર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સામેથી આવતી રાહુલભાઈની બાઈકને ટક્કર મારી અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં બાઈક ચાલક રાહુલભાઈને માથાના ભાગે ગંભીર ઈજા તથા જમણા હાથના પંજા પાસે તેમજ કમરના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમનું સારવાર દરમિયાન કરુણ મોત નિપજ્યું હતું. બનાવ અંગે મૃતક યુવકનાં પિતા જગદીશભાઈ ચૌધરીએ વ્યારા પોલીસ મથકે ટ્રેક્ટર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધાવતાની સાથે વ્યારા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top