ગ્લોબલ વોર્મિંગના સમયમાં વધુમાં વધુ વૃક્ષોની વાવણીની જરૂરિયાતના સમયમાં સોનગઢ તાલુકાના ઉખલદા ગામે અનોખી રીતે લગ્ન ના પ્રસંગ ની ઉજવણી કરવામાં આવી હતી.પર્યાવરણ પ્રેમી વિજેશભાઈ ગામીત દ્વારા જેમના લગ્ન થઈ રહ્યાં હતાં એ વરરાજા ને તથા તેમના પરિવાર જનોને લાલ ચંદન અને અંજીરના છોડ ભેટ આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
સામે પક્ષે છોડ ભેટમાં મેળવનારા વરપક્ષના લોકો દ્વારા પણ આ છોડ નો ઉછેર કરવાની ખાત્રી આપવા માં આવી હતી. આ રીતે એક લગ્ન પ્રસંગ ના માધ્યમ થી પણ વધુ માં વધુ વૃક્ષો વાવવા અંગે નો સામાજિક સંદેશો યુવકો દ્વારા પાઠવવામાં આવ્યો હતો.

.png)