ઉચ્છલ સરકારી હોસ્પિ.માં મહિલાનું ઓપરેશન કરી ગાંઠ દૂર કરાઈ

0
ઉચ્છલ સબ ડિસ્ટ્રિકટ હોસ્પિટલ ખાતે એક મહિલા દર્દીની 10 સેન્ટિમિટર જેટલી મોટી ગાંઠનું સ્ત્રીરોગ નિષ્ણાત ડૉક્ટર દ્વારા સફળતા પૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું હતું.




આ અંગે મળેલી વિગત મુજબ ઉચ્છલ તાલુકાના નારણપુર ગામમાં રહેતાં દીનું બેન ચંપક ભાઈ ગામીત (41) ઘર કામ કરતાં આવ્યાં છે. તેઓને છેલ્લા ઘણા સમયથી માસિક અંગેની પેશાબ રોકાઈ જવાની તકલીફ હતી અને તેઓ એ દવા કરાવ્યા પછી પણ ફરક પડતો ન હતો. આ કારણે તેમના શરીરમાં અવારનવાર લોહી ઓછું થઈ જતું હતું અને તેમને હોસ્પિટલ માં દાખલ કરવા પડતાં હતાં. આ બીમારી સંદર્ભે તેમણે ઉચ્છલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સ્ત્રી રોગ નિષ્ણાત ડૉ. અમિત બી ભાટિયાનો સંપર્ક કર્યો હતો. તબીબી તપાસ દરમિયાન આ મહિલા ના ગર્ભાશય માં અંદાજિત 10 સેમી જેટલી મોટી ગાંઠ હોવાનું નિદાન થયું હતું જેથી તેમને ઓપરેશન કરાવવાની સલાહ આપવામાં આવી હતી.એ પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં અને સફળ ઓપરેશન કરી ગાંઠ ને કાઢવામાં આવી હતી અને મહિલાને નવ જીવન આપવામાં આવ્યું હતું.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top