Lok Sabha Election 2024: બારડોલી લોકસભાની બેઠક પર ત્રિપાંખીયો જંગ ખેલાશે, ચૌધરી સિદ્ધાર્થ, પ્રભુ વસાવા અને રેખા ચૌધરી વચ્ચે

Jobmaterails.in
0
લોકસભા સામાન્ય ચૂંટણી-2024ના કામે ભારતના ચૂંટણીપંચ દ્વારા જાહેર થયેલા કાર્યક્રમ મુજબ 23 બારડોલી સંસદીય મતદાર વિસ્તાર માટે ઉમેદવારી ફોર્મ ભરવાના દિવસો (તા.12/04/2024થી તા.19/04/2024) દરમ્યાન કુલ-05 ઉમેદવારો દ્વારા કુલ-09 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. જે ઉમેદવારી ફોર્મની ચકાસણી તા.20/04/2024ના રોજ કરવામાં આવતા કુલ-09 ઉમેદવારી ફોર્મ પૈકી કુલ-07 ઉમેદવારી ફોર્મ માન્ય રાખવામાં આવેલા તેમજ કુલ-02 ઉમેદવારી ફોર્મ પૈકી એક ઉમેદવારી ફોર્મ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ તથા એક ઉમેદવારી ફોર્મ ભારતીય જનતા પાર્ટીનું વૈકલ્પિક ઉમેદવારનું ફોર્મ અમાન્ય રાખવામાં આવ્યું છે.



ત્યાર બાદ આજે તા.22/04/2024ના રોજ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ છે, પરંતુ એકપણ ઉમેદવારી ફોર્મ પરત ખેંચાયેલ નથી. આમ 23-બારડોલી(અ.જ.જા) સંસદીય મતદાર વિભાગ માટે (1) ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ (2) ભારતીય જનતા પાર્ટી (3) બહુજન સમાજ પાર્ટીના મળી કુલ ૩ હરીફ ઉમેદવારો જાહેર થયા છે.




જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જાણવામાં આવ્યું હતું કે, લોકસભા ચૂંટણી 2024ના કામે બારડોલી સંસદીય મત વિસ્તારમાં કુલ 9 નોમિનેશન ફોર્મ પાંચ ઉમેદવાર દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. ચૂંટણી દરમિયાન 2 નોમીનેશન ફોર્મ રદ્દ કરવામાં આવ્યા હતા અને ત્રણ ઉમેદવાર દ્વારા નોમીનેશન પેપર પાછા આવ્યા નથી એટલે કુલ ત્રણ ઉમેદવારો આ ચૂંટણીમાં હરીફ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ચૌધરી સિદ્ધાર્થ, પ્રભુ વસાવા, રેખા ચૌધરી એમ ત્રણ ઉમેદવાર જાહેર થયા છે. લોકસભાની તા. 7 મેના રોજ ચૂંટણી યોજાશે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top