વાળીનાથ ધામથી વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. વડાપ્રધાન મોદીએ સોમનાથ, રામ મંદિર અને સૂર્યમંદિરની વિરાસતને લઈ કૉંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. વડાપ્રધાને કોંગ્રેસને ભગવાન રામ અને રામ મંદિર વિરોધી ગણાવી હતી. વડાપ્રધાને કહ્યું કે કૉંગ્રેસે વર્ષ 2004થી 2014 સુધી ફાઈલો દબાવી હતી. ઉત્તર ગુજરાતના ખેડૂતો વર્ષમાં બે પાક લઈ રહ્યા છે.

તેમણે કહ્યું કે કૉંગ્રેસે સોમનાથ મંદિરને પણ વિવાદનું કારણ બનાવ્યુ હતું.
સૂર્યમંદિર મુદ્દે કૉંગ્રેસ વોટબેંકની રાજનીતિ કરી છે. રામમંદિરના નિર્માણ
પર કૉંગ્રેસે વર્ષો સુધી સવાલ ઉઠાવ્યા હતા. નકારાત્મકતાથી જીવનારા લોકો
નફરતની રાજનીતિ છોડતા નથી.