ડાંગ જિલ્લાના પ્રખ્યાત મિલન ધોધમાં બે યુવકો ડૂબી જતાં ચકચાર મચી ગઈ છે. તાપી જિલ્લાના આ બંને યુવકોની શોધખોળ સ્થાનિક ગ્રામજનોની મદદથી યુદ્ધના ધોરણે ચાલી રહી હતી, પરંતુ ધોધ નજીક પાણી ઊંડું અને ડોહળું હોવાથી બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી હતી. કલાકોની મહેનત બાદ બંને યુવકોના મૃતદેહ મળી આવ્યા છે.
ડૂબી જનાર મૃતક યુવકો તાપી જિલ્લાના રામપુરા ગામના વતની છે. તેમની ઓળખ મિહિરભાઈ મહેન્દ્રભાઈ ગામીત (ઉંમર 20) અને નિહિતભાઈ નિતેશભાઈ ગામીત (ઉંમર 25) તરીકે થઈ છે.
ડાંગ વહીવટી તંત્ર દ્વારા આવા ધોધ અને જળાશયોમાં નહાવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. તેમ છતાં, પ્રવાસીઓ સાવચેતી રાખ્યા વિના ધોધમાં ઉતરતા આવા દુર્ભાગ્યપૂર્ણ બનાવો બનતા રહે છે. આ ઘટના ફરી એકવાર પ્રવાસીઓની સુરક્ષા અને નિયમોના પાલન અંગે ગંભીર સવાલો ઉભા કરે છે.