- સુરત શહેરમાં લાઇટનો મોટો ફોલ્ટ થતા વીજ પૂરવઠો ખોરવાયો
- મામલે મોટી સંખ્યામાં લોકો ટોરેન્ટ પાવરની ઓફિસ પહોંચ્યા હતા. તેમજ હોબાળો કર્યો
- DGVCL હેઠળના વિવિધ સબ-સ્ટેશનો પર શૂન્ય વીજ પુરવઠો જોવા મળ્યો
દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. સુરત શહેરમાં લાઇટનો મોટો ફોલ્ટ થતા વીજ પૂરવઠો ખોરવાયો છે. જેને પગલે અનેક કારખાનાઓમાં કામ કાજ બંધ કરવાની ફરજ પડી છે. આ મામલે મોટી સંખ્યામાં લોકો ટોરેન્ટ પાવરની ઓફિસ પહોંચ્યા હતા. તેમજ હોબાળો કર્યો હતો.
ઉકાઈ 4 યુનિટ ટ્રિપ, 500 મેગાવોટ ઉત્પાદન ઘટ્યું
ગેટકો અને LMU તરફથી પ્રાપ્ત અહેવાલ અનુસાર ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન (TPS)ની 4 યુનિટ ટ્રિપ થઈ ગઈ છે, જેનાથી 500 મેગાવોટ વીજ ઉત્પાદનમાં ઘટાડો થયો છે. આ તકેદારીના ભાગરૂપે DGVCL હેઠળના વિવિધ સબ-સ્ટેશનો પર શૂન્ય વીજ પુરવઠો જોવા મળ્યો છે, જે SPS (સિસ્ટમ પ્રોટેક્શન સ્કીમ) ઓપરેટ થવાને કારણે છે.
ઉકાઈ TPSમાં થયેલા ટ્રિપિંગના કારણે વીજ લોડમાં અચાનક વધારો થયો, જેને કારણે સિસ્ટમને બ્લેકઆઉટમાંથી બચાવવા માટે SPS ઓપરેટ કરવામાં આવ્યું. SPS ઓપરેટ થવાથી કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો શૂન્ય થઈ ગયો છે, પરંતુ આ નિયંત્રિત પગલું છે અને સિસ્ટમને સ્થિરતા આપવા માટે લેવામાં આવ્યું છે.
સુરત ટોરેન્ટ પાવરના એજીએમ યુ. એસ. કાનાણીએ જણાવ્યું કે અત્યારે સુરત ટોરેન્ટ પાવરનો બધો જ પાવર બંધ થઈ ગયો હતો. હવે અમે ફેઝ પ્રમાણે શરૂ કરી રહ્યા છીએ જેમાં એસેન્સિયલ સર્વિસીસને પહેલાં શરૂ કરી રહ્યા છીએ. બાદમાં બધી જગ્યાએ તબક્કાવાર કરવામાં આવશે. 220 KV ગ્રીડમાં સમસ્યા સર્જાઈ હતી. એટલે બધું બંધ થઈ ગયું. હવે ફેઝ મેનરમાં કંપની ચાલું કરી રહી છે. ધીમે-ધીમે કલાકમાં બધો પાવર ચાલુ થઈ જશે.