તાપી : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવા-જવાના કોન્વોય રૂટની આજુ-બાજુના વિસ્તારોને "નો ડ્રોન ફલાય ઝોન" જાહેર

0
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવનારી 22 ફેબ્રુઆરીના રોજ કાકરાપર આવી રહ્યા છે તે દરમિયાન અધિનિયમ-1973ની કલમ-144 અન્વયે તાપી અને સુરત જિલ્લાના એરફોર્સ સ્ટેશન, સર્કીટ હાઉસ તથા મહાનુભાવના આવવા-જવાના કોન્વોય રૂટની આજુ-બાજુના વિસ્તારોને "નો ડ્રોન ફલાય ઝોન" જાહેર કરેલ છે.









કોન્વોય રૂટની આજુ-બાજુના વિસ્તારોને "નો ડ્રોન ફલાય ઝોન" જાહેર કરેલ

આગામી ૨૨ ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાકરાપર ખાતે આવનાર હોવાથી, જે સંજોગોમાં દેશ વિરોધી સંગઠનો, આંતકવાદીઓ અને ભાંગ ફોડીયા તત્વો માનવ રહિત રીમોટ સંચાલીત વિમાન જેવા સાધનો અથવા માનવ સંચાલિત નાની સાઈઝના વિમાન જેવા સંસાધનો અથવા એરો સ્પોર્ટસમાં વપરાતા ઉપકરણોનો ગેરલાભ લઈ મહાનુભાવની સુરક્ષા તેમજ કાયદો વ્યવસ્થાને ક્ષતિ ન પહોંચાડે તે હેતુથી અધિક નિવાસી કલેક્ટર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ વિસ્તારમાં રીમોટ કંટ્રોલથી ચલાવવામા આવતા ડ્રોન, કવાડ કોપ્ટર, પાવર્ડ એરક્રાફ્ટ, હેંગ ગ્લાઈડર, પેરા ગ્લાઇડર, પેરા મોટર તેમજ હોટ એર બલૂન તથા પેરા જમ્પિંગ ચલાવવા કે કરવા પર પણ સંપુર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. પોલીસ વિભાગ અને સુરક્ષાબળોના ઉપરોકત સંસાધનોને આ જાહેરનામાંમાંથી મુકિત આપવામાં આવે છે. આ હુકમ તા. 21/02/2024 ના કલાક 00.00 થી તા.22/02/2024ના 24.00 કલાક સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાંનો ભંગ કરનાર ભારતના ફોજદારી અધિનિયમ-1860 ની કલમ-188 તળે શિક્ષાપાત્ર થશે.


વધુ વાંચો :- તાપી : આગામી 22મી ફેબ્રુઆરીના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગમનને લઇ વૈકલ્પિક માર્ગો પર ડાયવર્ટ કરવા અંગેનું જાહેરનામું બહાર પાડયુ


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top