IPLની 17મી સિઝનનું શેડ્યુલ જાહેર, પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે

0
IPLની 17મી સિઝનનું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. હાલમાં 21 મેચોનું શેડ્યૂલ જ જાહેર કરવામાં આવ્યું છે. IPL 2024ની પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે 22 માર્ચના રોજ રમાશે. આ મેચ ચેન્નઈ સુપર કિંગ્સના હોમ ગ્રાઉન્ડ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. હાલ સાતમી એપ્રિલ સુધી રમાનારી મેચોનું જ શેડ્યુલ જાહેર કરાયું છે, બાકીની મેચો લોકસભા ચૂંટણી પછી જાહેર કરાશે.




IPLની પ્રથમ મેચ ચેન્નઈ નવમી વખત રમશે

ચેન્નઈની ટીમ રેકોર્ડ નવમી વખત કોઈપણ IPL સિઝનની પ્રથમ મેચ રમશે. અગાઉ ચેન્નઈની ટીમ 2009, 2011, 2012, 2018, 2019, 2020, 2022 અને 2023માં ઉદ્ઘાટન મેચ રમી ચૂકી છે. દિલ્હી કેપિટલ્સની ટીમ તેની પ્રથમ બે મેચ વિશાખાપટ્ટનમમાં રમશે. WPLની ફાઈનલ દિલ્હીમાં રમાશે, તે પછી તરત જ IPL માટે મેદાન તૈયાર કરવામાં સમય લાગશે. આ કારણોસર દિલ્હીની પ્રથમ બે મેચ વિશાખાપટ્ટનમમાં યોજાશે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top