વાલોડ તાલુકામાં વીરપુર ખાતે વાપી શામળાજી માર્ગ ઉપર ગત રાત્રિના સમયે દીપડો કોલેજ નજીકમાં માર્ગ ઉપર લટાર મારવા નીકળ્યો હતો,એક તરફ માર્ગ ઉપરથી નીકળી બીજી તરફ જવા માટે ડિવાઇડર ઉપર ચડી બીજા માર્ગ પર આવતા દીપડાએ આજુબાજુ જોઈ માર્ગ ઉપર જ બેસી ગયો હતો.

વાહન ચાલકોએ દીપડાને માર્ગ ઉપર બેસેલ જોઈ લાઈટો ચાલુ રાખી થોડા સમય માટે પોતાના વાહનો થંભાવી દીધા હતા, થોડા સમય પછી દીપડો ઊભો થઈ માર્ગ ઉપરથી સાઇડ ઉપર ઉતરી ઝાડી ભરાઈ ગયો હતો, આ ઘટનાને વાહન ચાલકો દ્વારા પોતાના મોબાઈલમાં કંડારી હતી . વાલોડ તાલુકો એ દીપડાનો અભ્યારણ હોવાની લોક વાયકાઓ ચાલે છે અને જે ખરેખર ઉચિત પણ છે.