બુધવારે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. કેબિનેટે શેરડીની ખરીદીના ભાવમાં આઠ ટકાના વધારાને મંજૂરી આપી છે. કેબિનેટે શેરડીની ખરીદીની કિંમત 315 રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી વધારીને 340 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવાની મંજૂરી આપી છે. આ રીતે શેરડીના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ 25 રૂપિયાનો વધારો થયો છે.
બિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે મોદી સરકારે છેલ્લા 10 વર્ષથી ખેડૂતોના કલ્યાણ માટે કામ કર્યું છે. 2014 પહેલા ખેડૂતોને ખાતર મેળવવા માટે પણ રસ્તા પર ઉતરવું પડતું હતું. તે સમયે શેરડીના ભાવ વ્યાજબી ન હતા. બે બે વર્ષ રાહ જોવી પડતી હતી. પરંતુ મોદી સરકારે આ દિશામાં ઉત્તમ કામ કર્યું છે.
ઠાકુરે કહ્યું કે શેરડી પકવતા ખેડૂતોને 2019-20માં 75,854 કરોડ રૂપિયા મળ્યા છે. 2020-21માં 93,011 કરોડ રૂપિયા મળ્યા છે. 2021-22માં ખેડૂતોને 1.28 લાખ કરોડ રૂપિયા મળ્યા છે. તો બીજી તરફ, 2022-23માં 1.95 લાખ કરોડ રૂપિયા પ્રાપ્ત થયા છે. આ પૈસા સીધા તેના ખાતામાં મોકલવામાં આવ્યા હતા. અમે ખેડૂતોની આવક બમણી કરવા માટે પ્રતિબદ્ધ છીએ.