બનાસકાંઠાના પાલનપુર કાણોદરમાં ડુપ્લીકેટ ઘીની ફેક્ટરી પર રેડ, 1300 કિલો જથ્થો જપ્ત

0
બનાસકાંઠાના પાલનપુર ના કાણોદરમાં ડુપ્લીકેટ ઘીની ફેક્ટરી પર રેડ કરવામાં આવી હતી. બાતમીને આધારે પુરવઠા અધિકારીએ ડુપ્લીકેટ ઘી ની ફેક્ટરી પર કરી રેડ કરી હતી. નમસ્તે બાદ શ્રીમુલ ઘી ની ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા હતા. ફુડ વિભાગની નમસ્તે ઘી ની ફેક્ટરી ની રેડમાં શ્રીમૂલના પાઉચ મળી આવતા તપાસ હાથ ધરી હતી. પુરવઠા અધિકારીએ રેડ કર્યા બાદ ફૂડ વિભાગને જાણ કરી હતી. પુરવઠાને ફૂડ વિભાગે 1300 કિલો ડુપ્લીકેટ ઘીનો જથ્થો જપ્ત કર્યો હતો. ડુપ્લીકેટ ઘી ની રેડ પર ફૂડ વિભાગના અધિકારી વિગત છુપાવી રહ્યા હતા. ગઈકાલે પણ ડુપ્લીકેટ દૂધની ફેક્ટરીમાં રેડ બાદ આજે ડુપ્લીકેટ ઘીની ફેક્ટરીમાં પુરવઠા વિભાગે રેડ કરી હતી. ફૂડ વિભાગની મીઠી નજર હેઠળ ડુપ્લીકેટ ઘી અને ડુપ્લીકેટ દૂધ સહિત અખાદ્ય વસ્તુઓની હાટડીઓ ધમધમી રહી છે.




ગઈકાલે બનાસકાંઠા હાઇવે પર ટેન્કરના દૂધની ચકાસણી કરતા મિક્ષિંગ જણાયું હતું. દૂધના સેમ્પલ લઈ તપાસ કરતા ગાંધીનગરની મે. ગામડીવાલા અને પાલનપુરની ડેરીમાં ઉત્પાદન થતું હોવાનું સામે આવ્યું હતું. તપાસમાં ગામડીવાલા ડેરી ખાતેથી માલટોડેક્ષટ્રીનની 9 ખાલી બેગ મળી આવી હતી. આ અંગે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું કે, નાગરિકોના આરોગ્યની દરકાર કરી ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા પાલનપુર અને ગાંધીનગર ખાતે મળી આશરે રૂ. ૪.૧૭ લાખની કિંમતનો ૧૦,૦૦૦ લીટર જેટલો ભેળશેળયુક્ત દૂધનો જથ્થો નાશ કરવામાં આવ્યો છે. સાથે જ શંકાસ્પદ ચીઝ અને પનીરનો રૂ. ૮૩,૦૦૦ની કિંમતનો ૩૦૭ કિ.ગ્રા. જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top