Saputara: વરસાદમાં ડાંગ જિલ્લો સોળેકળાએ ખીલી ઉઠ્યો, આહવા નજીક જીવંત થયો શિવ ઘાટ ધોધ

1

Shiv Ghat waterfall: શિવ ઘાટ કોઈ મોટો નહીં પરંતુ નાનો ધોધ છે. આ ધોધ મુખ્ય રોડ પર હોવાથી અહીંથી પ્રવાસીઓ માટે તે આકર્ષણનું કેન્દ્ર બને છે.


ડાંગ: હાલ ગુજરાતમાં વરસાદનો માહોલ જામ્યો છે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ (Gujarat heavy rain) પડ્યો છે. વરસાદ પડતાની સાથે પ્રકૃતિ સોળેકળાએ ખીલી ઉઠતી હોય છે. જોકે, પ્રકૃતિની સાચી મજા માણવી હોય તો ચોમાસા દરમિયાન ડાંગ જિલ્લા (Dang district)ની મુલાકાત લેવી રહી. છેલ્લા અઠવાડિયાથી ડાંગ જિલ્લામાં સારો એવો વરસાદ પડી રહ્યો છે. જેના પગલે આખો ડાંગ જિલ્લો જાણે કે ખીલી ઉઠ્યો હોય તેવા દ્રશ્યો ઊભા થયા છે. ડાંગ જિલ્લામાં પડી રહેલા વરસાદને પગલે અહીંની નદીઓ વહેતી થઈ છે. આ ઉપરાંત અહીં નાના અને મોટા ધોધ પણ જીવંત થાય છે. આવો જ એક નાનો ધોધ શિવ ઘાટ (Shiv Ghat waterfall) જીવંત થયો છે.

શિવ ઘાટ ધોધ ડાંગ જિલ્લાના વડામથક આહવા (How to reach Shiv Ghat waterfall)થી 10 કિલોમીટરના અંતરે આવેલો છે. અહીં પહોંચવા માટે તમારે કોઈ ખાસ પ્રયાસો કરવાની પણ જરૂર નથી. આહવાથી વઘઈ જવાના રસ્તા આ ધોધ આવેલો છે. આ ધોધનું નામ શિવ ઘાટ હોવાનું કારણ તેની પાસે આવેલું શંકર ભગવાનનું નાનું મંદિર (Shiv Ghat Temple) છે.
શિવ ઘાટ કોઈ મોટો નહીં પરંતુ નાનો ધોધ છે. આ ધોધ મુખ્ય રોડ પર હોવાથી અહીંથી પ્રવાસીઓ માટે તે આકર્ષણનું કેન્દ્ર બને છે. અહીંથી પસાર થતા પ્રવાસીએ બે ઘડી માટે અહીં ગાડી થોભાવવાનું ચૂકતા નથી. અમુક પ્રવાસીઓ શિવ મંદિરની મુલાકાત લઈને ધોધમાં સ્નાન કરવાનો પણ લહાવો લેતા હોય છે. આ ધોધ સામાન્ય રીતે જૂન મહિનાથી જાન્યુઆરી મહિના સુધી જીવંત રહેતો હોય છે.

ચોમાસા દરમિયાન ડાંગનો ગીરા ધોધ (Gira waterfall) પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનતો હોય છે. ગીરા ધોધ વઘઈ શહેરથી પાંચ કિલોમીટર દૂર સાપુતારા રોડ પર આવેલો છે. આ ધોધ સુધી પહોંચવા માટે મુખ્ય રોડ પરથી એક કિલોમીટર અંદરની સફર કરવી પડે છે. ચોમાસામાં અહીં ખૂબ ટ્રાફિક જોવા મળે છે.

આવો જ બીજો એક ધોધ ગીરમાળ (Girmal waterfall) આવેલો છે. આ ધોધ પણ સાપુતારા (Saputara) નજીક આવેલો છે. આ ધોધ આહવામાં સુબીર ગામ (Subir village) નજીક આવેલો છે. સુબીર ગામથી આ ધોધ 14 કિલોમીટર દૂરના અંતરે આવેલો છે. અહીં પહોંચવા માટેનો રસ્તો પ્રમાણમાં સારો છે. અહીં આસપાસ પૂર્ણા નદી (Purna river) આવેલી છે. આસપાસનો વિસ્તાર પૂર્ણા વાઇલ્ડ લાઇફ સેન્ચુરી છે. ચોમાસા દરમિયાન અહીંની મુલાકાત સ્વર્ગનો અનુભવ કરાવશે!

ટિપ્પણી પોસ્ટ કરો

1 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top