ઈઝરાયલની બાગાયત ખેતી પદ્ધતિથી કચ્છમાં 19,000 હેક્ટરમાં ખેડૂતોએ કર્યું ખારેકનું વાવેતર

0
વિશેષ ગુજરાતમાં જોઇએ અને એમાંય વિષમ આબોહવા વાળા કચ્છની વાત કરીએ તો બાગાયતી ખેતીમાં કચ્છે કાઠુ કાઢયું છે. કચ્છની કેસર હોય કે ખારેક વિશ્વમાં આ બાગાયતી ફળ માટે કચ્છે આગવી નામના ઉભી કરી છે.



ભૂજઃ કચ્છના ખેડૂતોએ પોતાની મહેનતથી ઉત્પાદન કરેલ કેસર, ખારેક, દાડમ, પપૈયાં જેવા મીઠાં બાગાયતી ફળોના સ્વાદ માત્ર કચ્છ કે ગુજરાત જ નહીં પરંતુ દેશ - દુનિયાંમાં વિખ્યાત થયા છે. ત્યારે ખેતી અને પશુપાલનમાં વિશ્વ જેને અનુસરે છે એ ઈઝરાયેલ દેશની બાગાયત ખેતી પધ્ધતિ ભારતે પણ અપનાવી છે. કચ્છ જિલ્લામાં આ વર્ષે 19,000 હેક્ટરમાં ખારેકનું વાવેતર કરવામાં આવ્યું છે અને 1,80,000 મેટ્રિક ટન ઉત્પાદન થવાની શક્યતા છે.



વિશેષ ગુજરાતમાં જોઇએ અને એમાંય વિષમ આબોહવા વાળા કચ્છની વાત કરીએ તો બાગાયતી ખેતીમાં કચ્છે કાઠુ કાઢયું છે. કચ્છની કેસર હોય કે ખારેક વિશ્વમાં આ બાગાયતી ફળ માટે કચ્છે આગવી નામના ઉભી કરી છે. હવે પરિસ્થિતિ એવી છે કે, કચ્છી માડુઓ આધુનિક ટેકનોલોજી અને વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિથી મબલખ બાગાયતી પાકો લઇ રહ્યાં છે.

સરહદી જિલ્લા કચ્છમાં મુખ્યત્વે ખારેકનું વાવેતર મુન્દ્રા, ભુજ અને અંજારમાં વિશેષ છે, પરંતુ હવે નખત્રાણા તાલુકામાં પણ એનું ઉત્પાદન વધ્યું છે. ક્ષારયુક્ત જમીનમાં ખારેકના રોપાનો વિકાસ જલદી થાય છે અને ઊપજ પણ સારી આવે છે. બારહી ખારેકની અન્ય રાજ્યોમાં વિશેષ માગ હોય છે. આસપાસના તેમજ અન્ય વિસ્તારોમાંથી ખારેકની કચ્છથી બેંગલુરુ, રાયપુર, કોલકાતા, ગોવા, નાસિક અને ચેન્નઇ સુધી માગ વધતાં એને પહોંચાડવામાં આવે છે.

રેલડી ખાતે ફાર્મ ધરાવતા ખેડૂત હરેશ ઠક્કરે જણાવ્યું હતું કે, વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ખારેકનાં વાવેતરમાં વધારો થયો છે. ખારેકની ખેતી કરતાં ખેડૂતો દેશી ખાતર, ગૌમુત્રનો ઉપયોગ કરી રહ્યાં છે. જેના કારણે ખારેકના સ્વાદમાં મિઠાશ આવે છે. આ મિઠાશને કારણે જ કચ્છની ખારેકની વિદેશમાં માગ વધી રહી છે. કચ્છનાં ખેડૂતો ખારકને વિદેશમાં એક્સપોર્ટ કરીને સારા એવા ભાવ મેળવી રહ્યાં છે. ખારેકને ઝાડ પરથી ઉતર્યા બાદ તેને સાફ કરી અલગ-અલગ બોક્સમાં પેકીંગ કરી વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવી રહી છે. કચ્છી ખારેક દર વર્ષે સિંગાપુર, મલેશિયા, ઇન્ડોનેશિયા, યુકે, મુંબઇ, મ્યાનમાર, લંડન તેમજ સાઉથ ઇન્ડિયામાં એક્સપોર્ટ કરવામાં આવે છે. ચાલુ વર્ષે ઉત્પાદનનો આંકડો જોતાં અંદાજીત કરોડોનાં કારોબારની શક્યતા છે.

ખારેક માટે કહેવાય છે કે પગ પાણીમાં અને માથુ આગમાં જેને ટપક સિંચાઇ અને પ્લાસ્ટિક મલ્ચીંગથી સાકાર કરી શકાય છે. આ કેન્દ્ર પરથી માંગ પ્રમાણે ખારેક લઇ તેના ઓર્ડર પ્રમાણે કિલોથી લઇ 20 કિલો સુધીના પેકીંગ કરી પાર્સલ કરવામાં આવે છે. ઈઝરાયેલી ખારેકની મબલખ પાક લઇ ખેડૂતો મબલખ કમાય છે.

બાગાયતી અધિકારી મનદિપ પરસાણિયાએ જણાવ્યું હતું કે,કચ્છમાં દર વર્ષે વાવેતરમાં વધારો થઇ રહ્યો છે કારણ કે, કચ્છનું વાતાવરણ ખારેકને અનુકૂળ આવે છે, લાંબો સમય ગરમી રહેવાની સાથે વરસાદ પણ મોડો આવતો હોવાના કારણે ખારેકની મીઠાશ તેમજ તેની ગુણવત્તા સતત જળવાઇ રહે છે. ખારેકની વધતી માગને ધ્યાને લઇને જિલ્લામાં ચાલુ વર્ષે ખારેકનું 1000 હેક્ટર વાવેતર વધ્યું છે. તેની સામે જીલ્લામાં 19,000 હેક્ટરમાં ખારેકનું ઉત્પાદન લેવામાં આવી રહ્યું છે. આ જોતાં ચાલુ વર્ષે 1,80,000 મેટ્રિક ટન ખારેકનું ઉત્પાદન થવાની શક્યતા છે. કચ્છમાં ખારેકનું વાવેતર વધવાની સાથે ખારેકની માગમાં પણ વધારો થઇ રહ્યો હોવાનાં કારણે ખારેકનું વાવેતર કરતાં ખેડૂતોને સારા એવા ભાવ મળી રહ્યા છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top