સુરતમાં બેફામ કારચાલકે યુ-ટર્ન લીધો અને બાઈક ચાલક ધડાકાભેર અથડાયો,
જુલાઈ 02, 2022
0
સુરત શહેર (Surat)માં જે રીતે ટ્રાફિક (Surat Traffic) વધી રહ્યો છે તેને લઈને અકસ્માતો (Accident) ના થાય તે પ્રકારનું આયોજન સુરત મહાનગરપાલિકા (SMC) અને પોલીસ (Surat Police) દ્વારા કરવામાં આવી રહ્યું છે પણ કેટલાક ગાડી ચાલકો બેફામ ગાડી ચલાવી લોકોના જીવનું જોખમ ઊભું કરતા હોય છે. ત્યારે સુરત જિલ્લાના બ્રિજ પાસે આવા જ અકસ્માતની ઘટના (Surat Accident) બની હતી. જેમાં ગાડી ચાલકે યુ-ટર્ન મારી દીધો હતો. જેના કારણે બાઈક સવાર ગાડીમાં ધડાકાભાર અથડાયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી (Surat Accident CCTV)માં કેદ થવા પામી હતી. જોકે અકસ્માતને લઈને બાઈક ચાલકને ગંભીર ઇજા પણ થઇ હતી.
સુરત શહેરમાં જેમ-જેમ વિસ્તરી રહ્યું છે તેમ-તેમ સુરતમાં અકસ્માતો પણ સર્જાય રહ્યા છે ત્યારે આ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતમાં ઠેઠે ઓવરબ્રિજી બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે બ્રીજ પર દોડતા વાહનો બેફામ ગતિએ દોડતા હોય છે ત્યારે કેટલાક વાહનચાલકો બેફામ ગતિએ દોડતા હોય છે કે પાછળથી આવતી અન્ય ગાડીના ચાલકો માટે જીવનું જોખમ ઊભું કરી દેતા હોય છે. આવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
સુરતના કતારગામ અને અડાજણને જોડતા જિલ્લાના બ્રિજ પાસે અકસ્માતની ઘટના સીસીટીવી કેેમેરામાં કેદ
અન્ય ઍપમાં શેર કરો

