- ભાવિ અંધકારમય ભાસે છે
- ચીન આખરી વિજેતા બનશે : ઇન્ડો પેસિફિકમાં તે મનમાની કરી શકશે : PLA કદાચ તૈવાન પર તૂટી પડે
નવી દિલ્હી : ૨૭મી ફે્બ્રુઆરીએ ચીનના વિદેશમંત્રી વાંગન્ચીએ જર્મનીનાં વિદેશમંત્રી એન્ના લેના બીર્બોક સાથે ફોન ઉપર યુક્રેન અંગે વાત કરતાં કહ્યું હતું કે : નાટોએ તેના પૂર્વ-તરફનાં અભિયાનમાં લીધેલાં પાંચ પગલાં સંદર્ભે રશિયાની પણ સલામતીનો વિચાર કરવો જ જોઇએ.
ચીનના સરમુખત્યાર શીના અતિવિશ્વાસુ તેવા વાંગે કહ્યું હતું કે શીતયુદ્ધ તો ક્યારનું એ પૂરૂં થઇ ગયું છે. તેથી નાટોએ તેની હાજરી તથા જવાબદારી બંને વિષે ફરી વીચારવું જોઇએ. આ સાથે તેમણે સ્પષ્ટત: કહ્યું કે રશિયા ઉપર મુકેલા પ્રતિબંધો 'લૂઝ-લૂઝ' પરિસ્થિતિ તરફ જ લઇ જશે. (તેમાં બંને પક્ષને નુકસાન થસે)
તા. ૨૪ ફે્બ્રુઆરીએ રશિયાએ યુક્રેન ઉપર આક્રમણો કરતાં સ્પષ્ટ થઇ ગયું કે યુરોપમાં શીત યુદ્ધ ફરી શરૂ થઇ ગયું છે. જેમાં અમેરિકાનાં નેતૃત્વ નીચે, નાટોએ મોસ્કો અને તેના સાથીઓ ઉપર આક્ષેપો શરૂ કરી દીધા. બીજી તરફ રશિયાએ યુક્રેનની સામનાની શક્તિ પુતિને ઓછી આંકતાં સ્થિતિ વધુ ગૂંચવાઈ છે. આટલું ઓછું હોય તેમાં બેલારૂસે તેના સંવિધાનમાંથી ન્યુટ્રાલિટી શબ્દ જ દૂર કરી રશિયાને તેનાં અણુ મિસાઇલો તેના દેશમાં રાખવાની છૂટ આપી છે. આથી યુ.એસ. નાટોનું ધ્યાન માત્ર રશિયા ઉપર જ કેન્દ્રિત થઇ જતાં ચીનને ઇન્ડો પેસિફિક વિસ્તારમાં તેનું મનમાન્યું કરવાની તક મળી ગઇ છે. ભીતિ તો તે ઉભી થઇ છે કે તેનું PLA તૈવાન ઉપર હુમલો કરી નાખશે.
અન્ય સંભાવના તે છે કે ચીન રશિયા સાથે હાથ મિલાવે. તે દ્વારાં તેવો યુએસ નાટોનો સામનો કરવા તૈયાર થાય તો પરિસ્થિતિ અત્યંત ગંભીર બને. બે વિશાળ દેશો અને વિશાળ જનસમુહ જે અણુશસ્ત્ર ધારી મિસાઇલ્સથી સજ્જ છે. તે બંને સાથે મળતાં શું થઇ શકે તે કરતાં શું ન થઇ શકે તે પ્રશ્ન રહેશે. ભારત માટે તે મુશ્કેલી તે રીતે ઉભી કરશે. કે ભારતના શસ્ત્રાસ્ત્રોની આયાત પૈકી ૬૦% આયાત એક માત્ર રશિયામાંથી જ થાય છે.
આ રશિયા ચાયના ધરીમાં જો પાકિસ્તાન (ચીનને બધે) જોડાય તો પરિસ્થિતિ ભારત માટે વધુ વિકટ બને. ૨૦૨૨માં અમેરિકાની લોકસભાની ચૂંટણીમાં રીપબ્લિકન્સ બહુમતી મેળવે જે આ તબક્કે વધુ સંભવિત લાગે છે. ડેમોક્ેટેસની સેનેટમાં તદ્દન પાતળી બહુમતી છે. તેથી બાયડનને તેનાં ધાર્યા વિધેયકો પસાર કરવામાં મુશ્કેલી પડે. બીજી તરફ આર્થિક પ્રતિબંધો ગણતરીના જ મહિનાઓમાં પુતિનને નિર્બળ બનાવીશકે, આમ અમેરિકા અને રશિયા બંને નિર્બળ થતાં ચીનને લાભ મળી જાય.
એક સંભાવના તે પણ છે કે, જો રશિયા પુતિનને હઠાવી બીજાને પ્રમુખ પદ આપે તો ચીનની ચોપાટ વિખેરાઈ જઇ શકે. તેનું કારણ તે છે કે, રશિયાના નવા પ્રમુખ જો પશ્ચિમ તરફી બની રહે તો ચીનના પાસા ઊંધા પડે.
પ્રશ્ન યુક્રેનનો રહે. પુતિન પાસે અત્યંત પ્રબળ શસ્ત્રાસ્ત્રો છે. વિશાળ સૈન્ય છે. તેમ છતાં ભૂમિ યુદ્ધમાં જો યુક્રેન રશિયાને પરાસ્ત કરે તો પરિસ્થિતિ શી ઊભી થાય. તે કહી શકાય તેમ નથી. પરંતુ, નિરીક્ષકો આ સંભાવનાને તો અત્યંત અશક્ય જ માને છે.
જોઇએ ભાવિ કેવું ઊઘડે છે. આ તબક્કે તો તે અંધકારમય ભાસે છે.

.png)

.png)