
- રશિયામાંથી ઓઇલ-ગેસ પુરવઠો ખોરવાતાં
- ક્રૂડ ઓઇલની કિંમત બેરલ દીઠ 110 ડોલરથી પણ વધી છે : 2014 પછી ફરી આટલો મોટો ભાવ વધારો થયો છે
નવી દિલ્હી : આગામી સપ્તાહે વિવિધ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ પૂરી થતાં પેટ્રોલ ડીઝલના ભાવ ફરીથી વધવાની પૂરી શક્યતા છે. કારણ કે વિશ્વ બજારમાં ક્રૂડ તેલના ભાવ બેરલદીઠ ૧૧૦ ડોલરથી પણ ઊંચા ગયા છે. આથી તે બંનેમાં લીટર દીઠ રૂ. ૯નો ખાડો પડે છે. જે સરભર કરવો જ પડે તેમ છે.
૨૦૧૪
પછી આંતર-રાષ્ટ્રીય બજારોમાં ક્રૂડના ભાવ ફરી એક વખત ઊંચકાયા છે. કારણ બહુ સ્પષ્ટ છે. એનર્જી જાયન્ટ રશિયામાંથી આવતો ક્રૂડ અને ગેસનો પૂરવઠો ખોરવાઈ રહ્યો છે. ભારત ૧લી માર્ચ સુધી બેરલ દીઠ ૧૦૨ ડોલરના ભાવે ક્રૂડ ખરીદતું હતું. તે ખરીદી પણ ઓગસ્ટ ૨૦૧૪ પછી સૌથી ઉંચા ભાવની ખરીદી હતી તેમ ઓઇલ મીનીસ્ટ્રીનાં પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનેલિસીસ સેલ (PPAC) દ્વારા
જણાવવામાં આવ્યું છે.
આ પૂર્વે ઇંડીયન બાસ્કેટ ઓફ ક્રૂડ ઓઇલ દ્વારા ક્રૂડનો આયાતી દર બેરલ દીઠ ૮૧.૫ ડોલર ઉપર ગત વર્ષના નવેમ્બર મહીનામાં સ્થિર કરાયો હતો તે સાથે પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ સ્થિર થઇ રહ્યા હતા. આ પછી જે.પી.મોર્ગને તેના રીપોર્ટમાં જણાવ્યું છે કે રાજ્યોની ચૂંટણીઓ આગામી સપ્તાહે પૂરી થતાં ગેસોલીન (પેટ્રોલ) અને ડીઝલના ભાવ રોજેરોજ વધતા જોવા મળશે. તે સર્વે વિદિત છે કે ઉ.પ્ર.માં વિધાનસભાની ચૂંટણીનો સાતમો અને છેલ્લો તબક્કો ૭મી માર્ચે પૂરો થશે. પરિણામો ૧૦મી માર્ચે જાહેર થશે. સરકાર હસ્તક ઓઇલ માર્કેટિંગ કંપનીઓ જેવી કે IOC, BPCL અને HPCL પેટ્રોલ
અને ડીઝલમાં લીટર દીઠ રૂ. ૫.૭૦ની ખોટ ખાય છે. તે પણ રૂ. ૨.૫૦નો નોર્મલ-માર્જીન બાદ કરતાં આથી તે ખોટ સરભર કરવા પેટ્રોલ-ડીઝલના ભાવમાં લીટર દીઠ રૂ. ૯ એટલે કે ૧૦%નો વધારો કરવો જ પડે તેમ છે.
.png)

.png)