જળવાયુ પરિવર્તનના લીધે વિશ્વની અડધી વસ્તી પર તોળાતો ભય
ભારતના દરિયાકિનારાના મુંબઈ-કોલકાતા જેવા કેટલાય શહેરોનું અસ્તિત્વ ભયમાં મૂકાશે
નવી દિલ્હી : ક્લાઇમેટ ચેંજને કારણે દેશના સમુદ્રી કિનારા વાળા શહેરો તેમજ હિમાલયની આસપાસના વિસ્તારો પર મોટી અસરથઇ શકે છે. ઇંટરગવર્નમેંટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેંજ (આઇપીસીસી)ની રિપોર્ટના જણાવ્યા અનુસાર જો ક્લાઇમેટ ચેંજ સામે હાલ પગલા ન લેવામાં આવ્યા તો પુરી દુનિયા માટે પરિણામ બહુ જ ઘાતક સાબિતથઇ શકે છે.
હવામાન બદલવાનેે કારણે વધુ આૃથવા ઓછો વરસાદ, પુર, ગરમીનું પ્રમાણ વધી શકે છે. આ રિપોર્ટમાં વધી રહેલા તાપમાનને કારણે ભારતના કૃષિ ક્ષેત્ર પર માઠી અસર પહોંચશે. ક્લાઇમેટ ચેન્જીસ અને તેની સાથેનાં પરિબળોની તીવ્ર અસરથી 2050ના અંત સુધીમાં એશિયાની ગંગા, સિંધુ ,અમૂ દરિયા સહિત અન્ય નદીઓના તટમાં પાણીની તીવ્ર કટોકટી સર્જાઇ શકે છે.
ઇન્ટર ગવર્નમેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જીસ(આઇ.પી.સી.સી.)ના અહેવાલમાં આવી ગંભીર ચેતવણી આપવામાં આવી છે. આઇ.પી.સી.સી.ના અહેવાલમાં એવો સંકેત પણ આપવામાં આવ્યો છે કે ક્લાઇમેટની અસરને કારણે ભારતનાં અમદાવાદ અને મુંબઇ શહેરને પણ ગંભીર અસર થવાનું જોખમ છે.
ઉદાહરણરૂપે અમદાવાદમાં ગરમીનું પ્રમાણ વધે તેવી શક્યતા છે જ્યારે મુંબઇમાં ચોમાસામાં ભારે વરસાદનાં પાણીનાં પૂરની અને અરબી સમુદ્રની વધી રહેલી સપાટીની સમસ્યા સર્જાય તેવાં પરિબળો ઘુમરાઇ રહ્યાં છે.
સંયુક્ત રાષ્ટ્ર સાથે સંકળાયેલી આ રિપોર્ટમાં ચેતવણી અપાઇ છે કે ક્લાઇમેટ ચેંજને કારણે વિશ્વની અડધી વસતી પર ખતરો છે. દરેક પ્રયાસો છતા ઇકોસિસ્ટમમાં કોઇ સુધારો નથી જોવા મળી રહ્યો. અનુમાન મુજબ જો ભારતમાં તાપમાન 1થી 4 ડિગ્રી વધે તો ચાવલનું ઉત્પાદન 10થી 30 ટકા ઘટી શકે છે. એટલે કે ભારતના કૃષિ ક્ષેત્ર પર તેની સૌથી વધુ અસર જોવા મળશે.

.png)

.png)