Rain Alert: હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર ગુજરાતમાં 3 કલાક સુધી વરસાદની આગાહી

0
ગુજરાતમાં ચોમાસાની શરુઆત થઈ ગઈ છે. રાજ્યમાં આજે સાર્વત્રિક મેઘમહેર થઈ છે. આજે પણ વહેલી સવારથી જ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર ગુજરાતમાં 3 કલાક સુધી વરસાદની આગાહી છે. રાજ્યના તમામ જિલ્લાઓ માટે 3 કલાકનું વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.





19 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ

રાજ્યના 19 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. દીવ, દમણ અને દાદરા-નગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યના 5 જિલ્લામાં વરસાદનું યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે સક્રિય થયેલી મજબૂત સિસ્ટમના કારણે સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આકાશી આફત અને મહેરની વચ્ચે સૌથી ગંભીર સ્થિતિ જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં જોવા મળી છે, જ્યાં બપોરે બે વાગ્યા સુધીમાં સૌથી વધુ 7.28 ઈંચ જેટલો ભારે વરસાદ ખાબકતા સમગ્ર પંથક જળમગ્ન બન્યો છે. મુશળધાર વરસાદના કારણે માર્ગો નદીઓમાં ફેરવાઈ ગયા છે અને જનજીવન પ્રભાવિત થયું છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top