સુરત જિલ્લાના બારડોલી નજીક આવેલા ઉવા ગામ પાસે હાઈવે પર એક અત્યંત ગોઝારો અકસ્માત સર્જાયો છે. મહારાષ્ટ્ર પાસિંગની બે સરકારી એસ.ટી. બસો સામસામે ભયંકર રીતે ટકરાતાં એક બસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ગમખ્વાર દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 7 મુસાફરોના કરુણ મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. અકસ્માત એટલો ભયંકર હતો કે હજુ પણ મૃત્યુઆંક વધવાની પૂરી શક્યતા છે. ઘટનાને પગલે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો અને સ્થિતિનો તાગ મેળવવા સુરત તેમજ તાપી જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે.
આખરે અકસ્માત કેવી રીતે સર્જાયો?
મળતી માહિતી મુજબ, આખી ઘટનાની શરૂઆત એક ટેન્કરના પલટી ખાવાથી થઈ હતી. ઉવા ગામ નજીક હાઈવે પર એક ટેન્કર અચાનક પલટી મારી ગયું હતું. આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી મહારાષ્ટ્ર પાસિંગની બસના ચાલકે ટેન્કર સાથેની અથડામણ ટાળવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ બચાવવાના ચક્કરમાં બસ ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. બેકાબૂ બનેલી આ બસ સીધી ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં ઘૂસી ગઈ હતી.
સીએનજી (CNG) બસ હોવાથી સેકન્ડોમાં આગ ભભૂકી ઉઠી
રોંગ સાઈડમાં ધસી ગયેલી આ બસ (MH-18-BZ-1258) સામેથી આવી રહેલી મહારાષ્ટ્ર પાસિંગની જ બીજી એક સરકારી બસ (MH-20-BL-3390) સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ સામસામેની ટક્કર એટલી પ્રચંડ હતી કે એક બસ રસ્તા પર જ પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતગ્રસ્ત બસોમાંથી એક બસ CNG સંચાલિત હોવાથી, ટક્કર વાગ્યાની ગણતરીની સેકન્ડોમાં જ તેમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતાંમાં આગે આખી બસને પોતાની લપેટમાં લઈ લેતા મુસાફરોમાં ભારે ચીસાચીસ અને અફરાતફરી મચી ગઈ હતી.
રાહત અને બચાવ કામગીરી શરૂ
આગ અને અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો અને વાહનચાલકો દોડી આવ્યા હતા. તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમને જાણ કરવામાં આવતા તેઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. હાલમાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવી રહ્યા છે અને હાઈવે પરનો ટ્રાફિક ક્લિયર કરવાની
.png)


.png)