- રાજ્યમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય છે.
- અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી 24 કલાક રાજ્યમાં વરસાદનું જોર વધશે.
- ઉત્તર ગુજરાતના કેટલાંક વિસ્તારો જળમગ્ન થઇ જશે
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. ત્યારે હાલની સ્થિતિને જોતા માછીમારોને આગામી 48 કલાક દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. મહત્તવનું છે કે રાજ્યમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય છે. જેના પગલે આગામી 7 દિવસ મેઘરાજા રાજ્યમાં સટાસટી બોલાવી શકે છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી 24 કલાક રાજ્યમાં વરસાદનું જોર વધશે. જ્યારે ઉત્તર ગુજરાતના શહેરોમાં મેઘરાજા અનરાધાર વરસી શકે છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, પાટણ, સમી, હારીજમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે ઉત્તર ગુજરાતના કેટલાંક વિસ્તારો જળમગ્ન થઇ જશે. તો આ તરફ કચ્છ, પંચમહાલ, મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે.
તો 7 જુલાઇથી 12 જુલાઇ સુધી રાજ્યમાં પડશે ધોધમાર વરસાદ વરસ્યો છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર અનેક વિસ્તારોમાં 8 થી 10 ઈંચ વરસાદ ખાબકશે. એટલું જ નહીં ઉત્તર ગુજરાતના અનેક ભાગો જળમગ્ન થવાની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા ભૂક્કા કાઢશે. જોકે 18 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની શક્યતાઓ સેવાઇ રહી છે.