નર્મદાના ડેડીયાપાડામાં આમ આદમી પાર્ટી અને ભાજપ નેતા વચ્ચે થયું જોરદાર ઘર્ષણ. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને ડેડીયાપાડા તાલુકા પંચાયતન પ્રમુખ સંજયભાઈ વચ્ચે થઈ ઉગ્ર બોલાચાલી. બોલાચાલી એટલી ઉગ્ર બની કે સામસામે મારામારી પણ થઈ. તાલુકા સંકલનની બેઠક મળી હતી. તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ ધારાસભ્ય ચૈતર વસાવા પર થપ્પડ માર્યાનો આરોપ લગાવ્યો. સાગબારા તાલુકાના પ્રમુખ ચંપાબેન વસાવાને ધારાસભ્ય ચૈતર વસાવાએ અપશબ્દો બોલ્યા. જેમાં સંજય વસાવા વચ્ચે પડતા ચૈતર વસાવાએ થપ્પડ મારી હોવાનો આરોપ લગાવ્યો. એટલુ જ નહીં.. ચૈતર વસાવાએ પોતે ધારાસભ્ય હોય તે કહે તેમ જ કરવાનું કહેતા હોવાનો પણ આરોપ લાગ્યો. મામલો વધુ બિચકતા જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ સહિતના નેતાઓ પહોંચ્યા હતા. ઘટનાની ગંભીરતાને જોઈ પોલીસે ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. જ્યાં પણ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉમટ્યા હતા. ચૈતર વસાવાની અટકાયત કરીને રાજપીપળા લઈ જતા સમયે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે પણ જોરદાર ઘર્ષણ થયુ હતુ.. બાદમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવાને ડેડીયાપાડાથી મોટા પોલીસ કાફલા સાથે રાજપીપળા લઈ જવામાં આવ્યા છે.
ચૈતર વસાવાની ધરપકડ, કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે પણ જોરદાર ઘર્ષણ થયુ
જુલાઈ 06, 2025
0
અન્ય ઍપમાં શેર કરો