સુરતના માંડવીમાં અંબાજી રોડ માછીવાડમાં એક હત્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમા પતિએ જ પત્નીની હત્યા કરી નાખી છે. આરોપી પતિ માંડવી એસ.ટી ડેપોમાં ડ્રાયવર તરીકે ફરજ બજાવતો હતો. પતિનુ નામ દિનેશ ડામોર હોવાનું સામે આવ્યું છે અને તે અવાર નવાર તેની પત્નીને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો.
એક-બે માસ પહેલા ઝઘડો થતાં પત્ની પિયર ચાલી ગઈ હતી. જેને સમજાવી પરત લાવવામાં આવી હતી. જોકે ચાર દિવસ પહેલા આ મકાનના દરવાજા પર તાળું મારેલું હતું. બાદમાં મકાનમાંથી તીવ્ર દુર્ગંધ આવતાં પોલીસે આવી તાળું તોડી ઘરમાં જોતાં મહિલાની લાશ પડી હતી.
પોલીસે લાશને ફોરેન્સિક પીએમ માટે સુરત મોકલતાં પતિએ જ તેની હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. પતિ દિનેશ ડામોર પત્નીના કંકાસથી કંટાળી ગયો હતો અને અગાઉ મારી નાખવાની ધમકી આપતાં તે ઈરાદે ગળું દબાવી હત્યા કરી હતી અને બાદમાં તે ઘર ના દરવાજા ને બહારથી તાળું મારી ભાગી ગયો હતો.
ત્રણ ચાર દિવસ વીતતા પાડોશીઓને દુર્ગંધ આવતા પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે ઘર ખોલી ચેક કરાતા મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. ગતરોજ મૃત મહિલાના પતિ દિનેશનો સંપર્ક કરતાં તેનો ફોન સ્વીચ ઓફ આવતો હતો.
માંડવી એસ.ટી. બસ ડેપોમાં તપાસ કરતાં તા.29 જૂનથી નોકરી પર ગયો ન હોવાનું જાણવા મળ્યું હતું. માંડવી પોલીસ સ્ટેશનના પીઆઈ એ.એચ. ચૌહાણે ગણતરીના કલાકોમાં જ આ ભેદ ઉકેલ્યો જેમા પોલીસ દ્વારા હત્યારા પતિને અમદાવાદથી ઝડપી પાડવામાં આવ્યો છે.
હત્યારો પોતે ST માં ડ્રાઇવર તરીકે હતો જેથી પોલીસને શંકા હતી કે ST બસ મારફતે અવર જવર કરી ફરાર થશે. જેને લઈને પોલીસે ST ડેપો અને અલગ અલગ જિલ્લાની પોલીસને મેસેજ આપી દીધા હતા. જેને લઈને જિલ્લાની પોલીસ પણ સતર્ક થઈ ગઈ હતી. ત્યારે કાગડા પીઠ પોલીસે અમદાવાદના ગીતા મંદિર ST ડેપોથી ઝડપી પાડ્યો અને તેને માંડવી પોલીસને સોંપવામાં આવ્યો હતો.