- સૌરાષ્ટ્ર કચ્છમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.
- 12 માર્ચ સુધીમાં મહત્તમ તાપમાન વધી શકે તેમ છે.
- દક્ષિણ ગુજરાતના ભાગોમાં 40 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની શક્યતાઓ રહેશે.
ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાતાની સાથે જ ગુજરાતમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રીએ પહોંચી ગયું છે અને સૌરાષ્ટ્ર કચ્છમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. ત્રણથી પાંચ ડિગ્રી તાપમાન વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ વખતે ઉનાળાની શરૂઆત જ આકરી રહી છે. ત્યારે
હાલ ગરમી પડી રહી છે. 12 માર્ચ સુધીમાં મહત્તમ તાપમાન વધી શકે તેમ છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં, પૂર્વ ગુજરાતના ભાગોમાં અને કચ્છના ભાગોમાં 39 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની શક્યતાઓ રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં 39 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતાઓ રહેશે. જૂનાગઢના ભાગોમાં, અમરેલી 39થી 40 ડિગ્રી આસપાસ તાપમાન થઈ જશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં 40 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની શક્યતાઓ રહેશે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યુ છે કે, 12 માર્ચ બાદ મહત્તમ ઉષ્ણતામાનમાં ઘટાડો થવાની શક્યતાઓ રહેશે અને 12 થઈ 19 માર્ચમાં વાદળો આવવાની શક્યતાઓ રહેશે જેટ ધારા દક્ષિણ વર્તી રહેશે અરબી સમુદ્રનો ભેજ અને બંગાળના ઉપસાગરના ભેજના કારણે 12 થી 19 માર્ચમાં રાજ્યના ભાગોમાં વાદળો આવવાની શક્યતાઓ રહેશે.
આ સાથે તેમણે જણાવ્યું છે કે, જૂનાગઢના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગોમાં, ગુજરાતના ભાગોમાં અને કચ્છના ભાગોમાં વાદળો આવશે. કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પડવાની શક્યતાઓ રહેશે. આ વખતે હોળી આસપાસથી હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ રહેશે અને 12 માર્ચથી પ્રિમોનસૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતાઓ રહેશે.
દક્ષિણ ભારતમાં પવન સાથે વરસાદ થવાની શક્યતાઓ રહેશે. દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં બરફ પડશે જેના કારણે ગુજરાતનું હવામાન પ્રભાવિત થઈ શકે. 10 મે આસપાસ અરબ દેશોમાંથી કાળી આંધી આવવાની શક્યતાઓ રહેશે જેના લીધે વાદળો આવવાની અને વાતાવરણ ધૂંધળું બની જશે.