- 12 વર્ષ બાદ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ફાઈનલમાં શાનદાર જીત
- અગાઉ એમ એસ ધોનીની આગેવાનીમાં 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી.
- ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન કરવાનો રેકોર્ડ પણ ટીમ ઈન્ડિયાના નામે નોંધાયો
ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને ચાર વિકેટે મ્હાત આપી ટ્રોફી જીતી છે. 12 વર્ષ બાદ ફરી ભારતે ફરી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે, અગાઉ એમ એસ ધોનીની આગેવાનીમાં 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. ટીમ ઈન્ડિયા અત્યાર સુધી કુલ ત્રણ વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી ચૂકી છે. આટલું જ નહીં ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન કરવાનો રેકોર્ડ પણ ટીમ ઈન્ડિયાના નામે નોંધાયો છે.
આજની જીત સાથે જ ન્યૂઝીલેન્ડ સાથેનો ભારતનો 25 વર્ષ જૂનો હિસાબ બરાબર થયો. વર્ષ 2000માં ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલમાં ન્યૂઝીલેન્ડે ભારતને મ્હાત આપી હતી. તે મેચમાં ભારતના કેપ્ટન સૌરવ ગાંગુલીએ 117 રન ફટકાર્યા હતા.
ટીમ ઈન્ડિયાએ ઈતિહાસ રચ્યો
ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ મેચમાં આખરે ટીમ ઈન્ડિયાએ જીત નોંધાવી છે. શરૂઆતમાં રોહિત શર્માની તોફાની બેટિંગ બાદ એક બાદ એક વિકેટ ગુમાવવાના કારણે ભારતીય ફેન્સના ધબકારા વધી ગયા હતા. જોકે રોમાંચક મેચના અંતે ટીમ ઈન્ડિયાએ શાનદાર જીત નોંધાવી.