- સ્ટારલિંક એક સેટેલાઇટ ઈન્ટરનેટ સર્વિસ છે.
- સ્ટારલિંક હજારો સેટેલાઇટ્સનો એક ગ્રુપ છે,
- પૃથ્વીથી લગભગ 550 કિમીની ઊંચાઈએ છે અને તેની પરિક્રમા કરે છે અને સમગ્ર વિશ્વને કવર કરે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આજે ઐતિહાસિક મુલાકાત થવાની છે. ટ્રમ્પ સાથેની મુલાકાત પહેલા, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X અને ટેસ્લા કંપનીના માલિક એલોન મસ્કે બ્લેર હાઉસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત થઈ હતી. મસ્ક સાથે તેમના ત્રણેય બાળકો પણ બ્લેર હાઉસ પહોંચ્યા હતા.
મનાય છે કે આ બેઠકમાં મસ્કની સેટેલાઇટ ઈન્ટરનેટ સર્વિસ આપતી કંપની સ્ટારલિંકની ભારતમાં પ્રવેશનો મુદ્દો ઉઠી શકે છે. સ્ટારલિંકે ઘણાં સમય પહેલા ભારતમાં સેટેલાઇટ ઈન્ટરનેટ સર્વિસ માટે અરજી કરી હતી, પરંતુ સરકાર તરફથી હજી સુધી મંજૂરી મળી નથી.