વલસાડના પારડીમાં ક્વોરીની 50 ફૂટ ઉંડી ખાણમાં ટ્રક ખાબકી છે. ક્વોરીની ખાણમાં ભરેલી ટ્રેક અચાનક રિવર્સ થઈ જતા પાણીમાં ખાબકી હતી. જેમાં ટ્રેક ચાલકનું મોત થયું છે.
ક્વોરીની ખાણમાં ટ્રક ડુબી
પથ્થરભરી ટ્રક નીકળતી હતી ત્યારે ઘટના બની છે. ટ્રકચાલક ઈજાગ્રસ્ત થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. પરંતુ ફરજ પરના ડૉક્ટરે ટ્રકચાલકને મૃત જાહેર કર્યો હતો. સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે
CCTVમાં જોઈ શકાય છે કે, એક ખીણમાં જેસીબી મશીન ખોદકામ કરી રહ્યું હોય છે તે સમય તે ખીણમાંથી ટ્રક બહાર નીકળવાના રસ્તા પર બહાર નીકળી રહી હોય છે ત્યારે તે અચાનક વચ્ચે રિવર્સ થઈ જાય છે અને આમ તે ખીણમાં ખાબકી જાય છે.