16 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી સ્થાનિક સ્વરાજના ચૂંટણીજંગનું પરિણામ આજે આવશે. આજે સવારે નવ વાગ્યાથી મતગણતરી શરૂ થશે. જૂનાગઢ મહાનગર પાલિકા, 68 નગર પાલિકાઓ, ગાંધીનગર, કઠલાલ, કપડવંજ તાલુકા પંચાયતોની સામાન્ય અને મધ્યસત્ર ચૂંટણી તથા સ્વરાજ્યના એકમોની ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણીઓની પરિણામ આજે જાહેર થશે.
રાજ્યમાં એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું હતું. ક્યાંક EVM ખોટકાયાની ફરિયાદ તો ક્યાંક બટન નહીં દબાતું હોવાના કારણે હોબાળો મચ્યો હોવાની અલગ અલગ ઘટનાઓ સામે આવી હતી. તો કેટલીક જગ્યાઓ પર ઓછું મતદાન થવાના કારણે રાજકીય પક્ષો મૂંઝવણમાં મુકાયા છે. તો આજે બપોર સુધીમાં પાંચ હજારથી વધુ ઉમેદવારોમાંથી કોણ વિજય પતાકા લહેરાવશે તે અંગેનું ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે.