બુધવારના રોજ સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગની ઘટના ઘટી હતી. આ આગ એટલી હદે વિકરાળ બની હતી કે 450 થી વધારે દુકાનો આગના ઝપેટામાં આવી હતી. જોકે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ ફાયર બ્રિગેડને આગ બુઝાવવામાં 30 થી વધારે કલાકનો સમય લાગ્યો હતો. જેમાં માર્કેટની પાછળની 2 વિંગ આગમાં બળીને રાખ થઇ ગઇ હતી. વેપારીઓના જણાવ્યા મુજબ આગના કારણે બીજા દિવસે માર્કેટ બંધ રહ્યું હતું. ટેક્સટાઈલ માર્કેટ વિસ્તારની 5 હજારથી વધુ દુકાનોનો વેપાર બંધ રહેતા તમામ વેપારીઓને ભારે નુકસાની વેઠવાની વારી આવી હતી. જેમાં વેપારીઓએ 500 થી વધારે કરોડનું નુકસાન થયું હોવાનું જણાવ્યું છે. આગ બુઝાઇ તો ગઇ હતી પરંતુ વેપારીઓને થયેલ માલના નુકસાનને લઇ સરકાર દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તે જોવું રહ્યું.
30 કલાક બાદ સુરત ટેક્સટાઇલ માર્કેટની આગ કાબુમાં આવી
ફેબ્રુઆરી 27, 2025
0
અન્ય ઍપમાં શેર કરો